રાજકોટ:ખંભાળિયામાં ભાઈએ જ હત્યા કર્યાનો ઘટસ્ફોટ

ખંભાળિયા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘મામા, મારોય વિચાર ન આવ્યો તમને?’ - Divya Bhaskar
‘મામા, મારોય વિચાર ન આવ્યો તમને?’
  • પૈસાની લેતીદેતીના મામલે પિતરાઈ બહેનને પતાવી દીધી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું

સોમવારે મોડી રાત્રે રેલવે સ્ટેશન રોડ પરથી પોલીસને ભેદી સંજોગોમાં એક પરિણિતાની લાશ મળી આવી હતી.જે બનાવમાં પિતરાઇ ભાઇએ જ  પૈસાની બાબતમાં પોતાની પિતરાઈ બહેનને ગળુ દબાવી હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો છે.મમતાની હત્યાથી 8 માસનો માસુમ બાળક નોંધારો બનતા નાના એવા ગરીબ પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. ખંભાળિયામાં જડેશ્વર રોડ પર રહેતા અને છૂટક મજૂરીકામ કરી અને પેટિયું રળતા સુનીલ વિરસિંગભાઈ પાંડવી નામના 33 વર્ષના આદિવાસી યુવાન છેલ્લા ઘણા સમયથી ખંભાળિયામાં ઝુંપડપટ્ટી બાંધીને તેમના પત્ની મીરા પાંડવી (ઉ. વ.30) તથા એક વર્ષીય માસુમ પુત્ર આકાશ સાથે રહેતા હતા.આ પરિવાર સાથે મીરાબેનના પિતરાઈ ભાઈ દશરથ ગુલિયા પણસાથે રહીને છૂટક મજૂરી કામ કરતા હતા.

પરિણીતાની હત્યા કરીને ઉપર ગરમ પાણી પણ રેડ્યું: બાળકે માની છત્રછાયા ગુમાવી
દરમિયાન સોમવારે મીરાબેન સાથે તેનો પિતરાઈ ભાઈ દશરથ પૈસાની લેતી-દેતી બાબતે બોલાચાલી કરતો હતો. દરમ્યાન ગાંઠીયા લેવા ગયેલા પિતા- પુત્ર સુનિલ અને આકાશ પરત ફરતા સુનિલનો સાળા દશરથે પોતાની બહેન સાથે ઝઘડો કરી મીરાબેન ઉપર ગરમ પાણી નાખી દીધું હતું અને તેણે ઢીકાપાટુનો માર મારી ગળું દબાવી સ્થળ પરથી નાશી ગયો હતો. ગાઠીયા લઈને પરત આવેલા સુનીલભાઇએ પોતાની પત્નિ મીરાબેનને મૃત હાલતમાં જોતા સ્તબ્ધ થઇ ગયા હતાં અને પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે પિતરાઇ ભાઇ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.ભાઇએ જ બહેનની હત્યા કરી માસુમ ભાણેજને નોંધારો કરતા ઘોર કળયુગનો કિસ્સાથી ભારે અરેરાટી પ્રસરી ગઇ હતી. પોલીસે પિતરાઈ ભાઈની ધરપકડ કરવા આગળની કાર્યવાહી આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...