તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌરાષ્ટ્રના દરિયાને ડોલ્ફિને બનાવ્યું ઘર:વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાના રિસર્ચમાં સૌરાષ્ટ્રના દરિયામાં 230 ડોલ્ફિન જોવા મળી, જે અન્ય રાજ્યો કરતાં સૌથી વધુ

દ્વારકા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓખા, દ્વારકા અને પિરોટન ટાપુમાં દરિયામાં થોડા દૂર જઈએ એટલે બોટની નજીક આવીને ઊંચી છલાંગ નાંખતી ડોલ્ફિન જોવા મળે તેવી પૂરી શક્યતા છે. વાઈલ્ડલાઈન ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાએ 2019માં હાથ ધરેલા રીસર્ચમાં 232 ડોલ્ફિન જોવા મળી છે. જ્યારે બાકીના રાજ્યો જેવા કે તમિલનાડુ, આંદામાન નિકોબાર ટાપુ સહિતના દરિયાકાંઠામા માત્ર 135ની આસપાસ જ જોવા મળી હતી. ભારતમાં નદીની ડોલ્ફિન ઉપરાંત દરિયાઈ ડોલ્ફિનની ચાર પ્રજાતિ છે જેમાં બોટલનોઝ ડોલ્ફિન, કોમન ડોલ્ફિન, ઈન્ડો-પેસિફિક ડોલ્ફિન, હમ્પબેક ડોલ્ફિનનો સમાવેશ થાય છે.

રિસર્ચમાં ક્યાં સ્થળોએ જોવા મળી ડોલ્ફિન

સ્થળસંખ્યા
સલાયા અને પિરોટન ટાપુ વચ્ચે11
નવાબંદર4
પિરોટન ટાપુ20
પોસિત્રા76
સલાયાની પશ્ચિમથી પોસિત્રા વચ્ચે119
વેરાવળ1
સિમર બંદર1

અનેક જગ્યાઓને વિકસાવવામાં આવશે
રાજ્યના સમૂદ્ર કિનારાના બેટ દ્વારિકા, શિયાળ બેટ અને પિરોટન ટાપુઓને પર્યટન-પ્રવાસન હોટસ્પોટ તરીકે વિકસાવવા પ્રવાસન-ઇન્ફ્રાસ્ટ્રકચર તેમજ સામાજિક આર્થિક વિકાસના કામોના વિવિધ પ્રોજેકટસ હાથ ધરાવનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની ચોથી બેઠકમાં આ ટાપુઓને ટુરિઝમ અને નેચર રિલેટેડ એક્ટિવિટીઝ, એડવેન્ચર સ્પોર્ટસ સહિતની ગતિવિધિઓથી પ્રવાસન પ્રવૃત્તિના આકર્ષણ કેન્દ્રો બનાવવાના વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા.