તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:દ્વારકામાં ST ડેપો વર્કશોપનું 1.91 લાખના ખર્ચે નવીનીકરણ

દ્વારકા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બસોની મેઈન્ટેનન્સની સુવિધા પણ વિકસાવાશે

દ્વારકાના બસ સ્ટેશનમાં શુક્રવારે મુખ્યમંત્રીના હસ્તે એસટી નિગમના નવનિર્માણ થનાર ડેપો વર્કશોપનો ઈ ખાતમુહર્ત સમારોહ યોજાયો હતો.જામનગર એસટી વિભાગના દ્વારકા ખાતે 191.30 લાખના ખર્ચે આરસીસીફ્રેમ સ્ટ્રકચરવાળા 888 ચો.મી. વિસ્તારમાં તૈયાર થનારા સુવિધાયુકત ડેપો વર્કશોપનું ઈ ખાતમૂહર્ત કરાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતું કે, રાજ્યના ગ્રામ્ય વિસ્તારના તેજસ્વી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે શહેરમાં અવર જવર કરી શકે અને પોતાની કારકીર્દી બનાવી શકે તે માટે એસટી વિભાગ છેવાડાના ગામડાઓ સુધી પરિવહનની સુવિધા પુરી પાડી રહ્યું છે.

આ પ્રસંગે મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકારે એસટી ડીવીઝનમાં વિવિધ સુવિધાઓ વિકસાવી છે. જેના ભાગરૂપે દ્વારકા ખાતે સુવિધાયુક્ત નવિન ડેપો વર્કશોપનું ઈ ખાતમૂહર્ત કરવામાં આવ્યું હતું. વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, એસ.ટી.નિગમ જનસુખાકારીની સેવામાં રાજ્ય સરકાર દ્વારા ઉત્તરોત્તર વધારો કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...