તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કાળ:દ્વારકાના જગતમંદિરમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રા ઉત્સવ યોજાશે

દ્વારકા / ભાટીયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સતત બીજા વર્ષે પુજારી પરિવાર દ્વારા પરંપરાગત રીતે ઉત્સવ ઉજવાશે
  • બપોરે બેથી ચાર સુધી ભાવિકોને પ્રવેશ નિષેધ,સાંજે નિત્યક્રમ મુજબ દર્શનાર્થીઓને પ્રવેશ

દ્વારકામાં ભગવાન દ્વારકાધીશજી મંદિરમાં રવિવારે અષાઢી બીજનો રથયાત્રા ઉત્સવ પુજારી પરીવાર દ્વારા બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધી ઉજવાશે.કોરોના કાળમાં આ રથયાત્રા ઉત્સવ દરમિયાન બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધી ભાવિકોનો પ્રવેશ બંધ રહેશે.જયારે સાંજે નિત્યક્રમ મુજબ દર્શનાર્થી ભાવિકોને પ્રવેશ અપાશે.

જગત મંદિર ખાતે તા.11મી જુલાઇને રવિવારે બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધી અષાઢી બીજનો રથયાત્રા ઉત્સવ મંદિરના પુજારી પરીવાર દ્વારા ઉજવવામાં આવશે.કોરોના વાયરસના સંક્રમણને અટકાવવાના હેતુસર રથયાત્રા દરમ્યાન જાહેર જનતા માટે આ મંદીરમાં પ્રવેશ બંધ રહેશે.

આ રથયાત્રાના ઉત્સવ દરમ્યાન બપોરના ૨-૦૦ થી ૪-૦૦ વાગ્યા સુધી મંદીરમાં દર્શનાર્થીઓ માટે પ્રવેશ બંધ રહેશે તેમજ સાંજે નિત્ય ક્રમ મુજબ જાહેર જનતાને મંદીરમાં દર્શન માટે પ્રવેશ આપવામાં આવશે એમ વહિવટી તંત્રે જણાવ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છેકે, અષાઢી બીજ પર્વે પુજારી પરીવાર અને પ્રશાસનની હાજરીમાં મંદિર પરીસરમાં જ રથયાત્રા નિકળશે.

અન્ય સમાચારો પણ છે...