મેઘતાંડવ:દ્વારકા પંથકના વાડી વિસ્તારમાં ખેડૂતોના ઘરમાંથી હજુ વરસાદી પાણી ઓસર્યા નથી

દ્વારકાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચાર-ચાર મહિનાથી ઘરમાં ગોઠણડુબ પાણીથી ખેડૂતો બેહાલ બેહાલ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓણસાલ સતત ચાર માસ સુધી એકધારો વરસાદ વરસતા ચોતરફ પાણી પાણીના જ દ્રશ્યો જોવા મળે છે.ખાસ કરીને દ્વારકા અને કલ્યાણપુર તાલુકામાં ખેડૂતોને ભારે હાલાકી પડી છે.દ્વારકા પંથકમાં તો હજુ વાડી વિસ્તારમાં વસવાટ કરતા ખેડૂતોના ઘરમાંથી વરસાદી પાણી ઓસર્યા નથી.પરિણામે ખેડૂતોને છતા ઘરે ભારે પરેશાની વેઠવી પડી રહી છે.ખેડૂતોના ખેતરો અને ઘરમાં હજુ પણ પાણી ઓસર્યા નથી છતા પણ તંત્રના અધિકારીઓ ખેડૂતોની પરિસ્થિતિ જાણવા પણ ફરક્યા નથી.

દ્વારકા પંથકમાં ભારે વરસાદથી ખેતરો પણ બેટમાં ફેરવાયા છે.ભારે વરસાદના લીધે ખેતરમાં પાણી ભરાતા પાક સંપુર્ણ નાશ પામ્યો છે.ખેડૂતોએ કરેલ વાવણી સંપુર્ણ નિષ્ફળ જતા જગ-તાતને ભારે નુકશાની ભોગવી પડી છે.દ્વારકાના ગઢેચી તેમજ આસપાસના ગામોમાં વાડી વિસ્તારમાં વસવાટ કરતા ખેડૂતોના ઘરમાં પાણી ઘુસી જતા ખેડૂતોને છતા ઘરે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.હજુ સુધી ઘરમાંથી પાણી ન ઓસરતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં છે.ઘરમાં ગોઠણડુબ પાણી હોવા છતા તંત્રના જવાબદાર અધિકારીઓ ખેડૂતોની પરિસ્થિતિ જાણવા ન ફરકતા ખેડૂતોને શોશિયલ મીડિયા પર રોષભેર એક વીડિયો વહેતો કરી તંત્ર પાસે સહાયની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...