દ્વારકા:વિદેશથી આવતા ક્વોરન્ટાઈન કરાયેલી મહિલા દ્વારકાની હોટલમાંથી ગુમ, ફરિયાદ

ખંભાળીયા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બીજા જ દિવસે ગાયબ થઈ ગયા, ટોરેન્ટોથી અમદાવાદ થઈને બરડીયા આવ્યા હતા

દેવભુમિ દ્વારકા જિલ્લામાં વિદેશની સફર કરી પરત આવેલા એક મહિલાને કવોરેન્ટાઇન કરવામાં આવ્યા બાદ હોટલમાંથી ગુમ થતા પોલીસે તેની સો કવોરેન્ટાઇન ભંગ મામલે ફરીયાદ નોંધી હતી. પોરબંદરમાં રહેતા મલેકબેન નુરૂદિનભાઇ સિંધવાની નામના મહિલા થોડા સમય પુર્વે ટોરેન્ટોથી અમવાદવાદ અને બાદમાં દ્વારકાના બરડીયા ગામે બસમાં આવ્યા હતા.ત્યારબાદ તેમને તા.27મી મેથી તા.9મી જુન સુધી હોટલ ગોવર્ધનમાં હોમ કવોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા.કવોરેન્ટાઇન કરાયેલા આ મહિલાને દ્વારકા પોલીસે હોટલ ખાતે ચેક કરતા તેઓ મળી આવ્યા ન હતા.ચૌદ દિવસ માટે કવોરેન્ટાઇન કરાયેલા મહિલા બીજા જ દિવસે ન મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. આ પ્રકરણમાં દ્વારકા પોલીસે મલેકબેન સિંધવાની સામે જાહેરનામા ભંગ ઉપરાંત ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો. જાણવા મળ્યા મુજબ મહિલા તેમના વતન પોરબંદર ખાતે પહોચ્યા હતા.આથી આરોગ્ય અને પોલીસ વિભાગે તેમને પરત લાવી ફરી કવોરેન્ટાઇન કર્યા છે.મહિલા તેની પાસે પૈસા ખલાસ થતા વતન નિકળ્યા હોવાનુ જાણવા મળ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...