તંત્ર હજુ સુષુપ્ત:દ્વારકામાં એક્સપાયર દવાઓનો સરાજાહેર નિકાલ

દ્વારકા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિશાળ જથ્થો કચરામાં મળ્યો, જનઆરોગ્યને ગંભીર ખતરો: તંત્ર હજુ સુષુપ્ત

યાત્રાધામ દ્વારકામાં આરોગ્ય વિભાગે કથિત બેદરકારી દાખવી એકસપાયર દવાઓ વગેરે વિશાલ જથ્થાનો સરાજાહેર નિકાલ કરી દીધાનો બનાવ સામે આવ્યો છે.દવાઓના સરાજાહેર નિકાલના કારણે જન આરોગ્ય માટે ગંભીર ખતરો ઉભો થયો છે.જે બાબતે તંત્રને માહિતગાર કરવા છતા ચુપકિદી સેવી નિરસતા દર્શાવાઇ રહી હોવાનો આક્રોશ ઉઠયો છે.

દ્વારકા શહેરમાં આરોગ્ય તંત્ર દ્વારા સિધ્ધનાથ રોડ પર કોમ્યુનીટી હોલ પાછળ અર્બન કચેરી નજીક જ મેડીકલ એકસપાયરી ડેટ ધરાવતી દવાઓના મોટા જથ્થાનો સરાજાહેર નિકાલ થયો હોવાનુ સામે આવ્યુ છે.એકસપાયર થયેલા મોટા જથ્થાના જાહેરમાં થયેલા નિકાલથી સ્થાનિક લોકોના આરોગ્ય સામે પણ ખતરો ઉભો થયો છે.

શિયાળાના આગમન સાથે શરદી,તાવ સહિતના વાયરલ રોગોએ માથુ ઉંચકયુ છે.ત્યારે આરોગ્ય વિભાગે જ દવાનો એકસપાયર થયેલા જથ્થાનો કરેલો મનાતો નિકાલ જનઆરોગ્ય માટે ખતરો સર્જે છે.આ પ્રશ્ને ઉચ્ચ અધિકારીઓને જાણ કરવા છતા સંબંધિતો સામે પગલા લેવામાં ઉદાસીનતા દાખવાતી હોવાની સાથે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાતી ન હોવાનો આક્રોશ સ્થાનિકોએ વ્યકત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...