તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:વડાપ્રધાન મોદીના મિત્ર હરિભાઈ આધુનિકનું નિધન, દ્વારકામાં અંતિમ દર્શન માટે લોકો ઉમટ્યા

દ્વારકા25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જનસંઘ વખતથી સેવા આપતા હતા

દ્વારકાના રહેવાસી અને પ્રખર જનસંઘી અને ભાજપના આગેવાન હરિભાઈ ભૂંડિયા આધુનિકનું 88 વર્ષની ઉંમરે રાજકોટ ખાતે લાંબી બીમારી બાદ અવસાન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના મિત્ર મનાતા હરિભાઈ આધુનિકના પાર્થિવ દેહને જામનગર ખાતે મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, પરીમલભાઇ નથવાણી અને સાંસદ સહિતના અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ આપી હતી.

તેમના પાર્થિવ દેહને દ્વારકા આખરી વિદાય અપાઈ હતી. અંતિમ દર્શન માટે લોકો ઉમટી પડ્યા હતા. તેઓ દ્વારકાધીશ જગતમંદિરની દેવસ્થાન સમિતિમાં સભ્ય તરીકે સેવા આપી હતી. પછાત વર્ગના બોર્ડ નિગમમાં પણ સેવા આપી હતી. તેઓને બે પુત્રો છે, તેઓ જનસંઘના પ્રચારક હોય ચૂંટણીઓમાં અનેકવાર દ્વારકાધીશનો પ્રસાદ લઈને અનેક રાજ્યોમાં ભાજપ વતી પ્રચાર કરવાનું કાર્ય કર્યું હતું. નરેન્દ્ર મોદી દ્વારકા આવ્યા ત્યારે એક ખુણામાં ઉભા હરીભાઇને જોઇ જતા, સીક્યુરીટી છોડી તેઓએ સામે ચાલી મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો