ઓપરેશન ડિમોલિશન:દ્વારકાના ખારા તળાવ વિસ્તારમાં દબાણો દૂર કરાયા

દ્વારકાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકા પાલિકા હવે રહી-રહીને જાગી : મોટામાથાના દબાણો પણ તોડાશે ? - Divya Bhaskar
દ્વારકા પાલિકા હવે રહી-રહીને જાગી : મોટામાથાના દબાણો પણ તોડાશે ?
  • પાૈરાણિક ખારા તળાવ વિસ્તારમાં ભૂ-માફિયાનો મંડરાતો ડોળો
  • અગાઉ 90 લોકોને નોટિસ અપાઈ હતી, પ્રથમ દિવસે વહીવટી તંત્ર દ્વારા 15 દબાણો હટાવાયા

યાત્રાધામ દ્વારકામાં નગરપાલિકા દ્વારા ખારા તળાવ વિસ્તારમાંથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.અગાઉ નેવુ લોકોને નોટીશ અપાઇ હતી.પ્રથમ દિવસે પંદર જેટલા ગેરકાયદે મકાનો,વાડાઓ વગેરે તોડી પાડવામાં આવ્યા હતા. દ્વારકા શહેરમાં ઓગણીશ હેકટરમાં ફેલાયેલુ નોટિફાઇડ પ્રાચીન ખારા તળાવ જળાશય આવેલું છે. જેનો જળાશય સિવાય કોઈ ઉપયોગ કરવાનો નથી. આમ છતાં કેટલાક વર્ષોથી ભૂમાફિયાની નજરે ચડી ગયું છે.

વરસાદી પાણીના નિકાલના કુદરતી વહેણને પણ દબાણકારોએ અવરોધી નાખ્યું છે. જયારે વધુ વરસાદ પડે ત્યારે આની ગંભીરતા જણાય છે. ગત 2020 માં એકી સાથે 20 ઇંચ વરસાદ પડયો ત્યારે આવા દબાણોનો કડવો અનુભવ થયો હતો, જેને લીધે શહેરભરમાં વરસાદી પાણી ભરાઇ ગયું હતું. ભવિષ્યમાં આવું ન થાય અને આખું જળાશય ભરાયેલું રહે, શહેરના લોકો એ પાણીનો ઉપયોગ કરી શકે, તથા લોકો માટે ફરવાનો સ્પોટ બને એટલા માટે ખારા તળાવ વિસ્તારમાંથી દબાણ હટાવ ઝુંબેશ દ્વારકા પાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે.

આ દબાણ હટાવ કામગીરીની દ્વારકા પાલિકાના અધિકારી, કર્મચારી ગણ તથા પોલીસ બંદોબસ્ત સાથે શરૂઆત કરવામાં આવી છે જેમાં પ્રથમ દિવસે પંદર જેટલા ગેરકાયદેસર મકાનો, વાડાઓ તોડી પાડયા છે. કુલ 90 લોકોને અગાઉથી નોટિસ આપવામાં આવી હતી તથા તમામ દબાણકર્તાને ફરીથી રીમાન્ડર કરવામાં આવેલ, કે જળાશય અંદર કોઈ દબાણ હોઈ ન શકે, તથા જળાશયમાં દબાણ કરવામાં કોઇ કાનૂની રક્ષણ મળી ન શકે, જેથી આ જગ્યા ખાલી કરવી, તૅવુ‌ તેમનૈ જણાવ્યું હતું. એવું પણ જાણવા મળ્યું છે કે અમુક ભૂમફીયાઓ આવી જગ્યાએ દબાણ કરી ગરીબ લોકોને વહેચી નાખે છે.

અનઅધિકૃત દબાણ દુર કરવાની ઝૂ઼ંબેશ યથાવત રહેશે
ભૂમાફીયા નિર્દોષ નાગરિકોના નામે કે જળાશયને બેહાલ કર્યું છે તો અન અધિકૃત દબાણ દુર કરી જળાશય ને પુનઃસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ ઉદ્દેશ પૂર્ણ થશે ત્યાં સુધી આ ઝુંબેશ ચાલુ રહેશે. > ચેતન ડુડીયા, ચીફ ઓફીસર, દ્વારકા નગરપાલિકા.

અન્ય સમાચારો પણ છે...