આયોજન:દ્વારકા જિલ્લામાં હોમગાર્ડઝ દળની ભરતીની શારિરીક કસોટી

દ્વારકા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે
  • જવાનોની શારીરિક કસોટી નંદાણામાં યોજાશે

દ્વારકા જિલ્લામાં હોમગાર્ડઝ દળની ભરતીની શારીરિક કસોટી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન નંદાણા ગામે કરવામાં આવશે. જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝની યાદીમાં જણાવ્યા મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં હોમગાર્ડઝ જવાનોની ભરતીની શારીરીક કસોટી તથા ડોકયુમેન્ટ વેરીફિકેશનનું આયોજન જીએમડીસી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ દ્વારકા હાઇવે રોડ નંદાણા ખાતે કરવામાં આવેલ છે.

ગ્રાઉન્ડ પ્રવેશનો સમય સવારે 6:30થી 7:30 કલાક દરમિયાન પ્રવેશ આપવામાં આવશે તથા ભરતી થવા આવનાર ઉમેદવારોએ તારીખ દરમિયાન ભરતી સ્થળે અરજી-ફોર્મ ભર્યાની પહોંચ (પ્રવેશપત્ર) તેમજ અરજી સાથે જોડેલ ડોકયુમેન્‍ટ અસલમાં તથા તેની એક નકલ ઝેરોક્ષ સાથે લાવવાની રહેશે. તા.17-11ના ખંભાળીયા, વાડીનાર ભાણવડના પુરૂષ ઉમેદવારો, તા.18-11-2021 ના રોજ દ્વારકા, મીઠાપુર, ઓખા, જામ રાવલના પુરૂષ ઉમેદવારો તેમજ તા.19-11-2021ના રોજ દ્વારકાના મહિલા ઉમેદવારોએ આવવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...