તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વનવિભાગનું જૂઠ્ઠાણું પકડાયું:ઘુમલીમાં કૂવામાંથી બહાર કાઢતી વખતે દીપડો ખાટલામાંથી પડ્યો, પોસ્ટમોર્ટમમાં હેમરેજથી મોત થયાનો ખુલાસો થયો

દ્વારકાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વનતંત્રનો ઢાંકપિછોડો કામ ન આવ્યો
  • સાપ કરડવાથી મૃત્યું થયાની વાત ખોટી સાબિત થઇ

દ્વારકાના ભાણવડના ઘુમલી ગામની સીમમાં એક ખેતરના અકસ્માતે કુવામાં પડી ગયેલ દીપડાનું સાપ કરડવાથી મૃત્યું થયાનું ફોરેસ્ટ વિભાગે જણાવ્યું હતું.પરંતુ દિપડાના મૃત્યુ બાબતે નવો જ વળાંક આવ્યો છે.સ્થાનિકો દ્વારા દિપડાને કુવામાંથી ખાટલા દ્વારા બહાર કાઢતા સમયે દિપડો અધવચ્ચેથી કુવામાં પડી જતા માથામાં ગંભીર ઇજા થતા હેમરેજ થયું હતું.જેના લીધે મૃત્યું થયાનું હાલ જાહેર થયું છે.

બિનઅનુભવી અધિકારીઓએ રેસ્ક્યૂ કર્યો હતો
ભાણવડના ઘુમલી ગામે એક ખેડૂતની વાડીના કૂવામાં ત્રણ દિવસ પહેલા અકસ્માતે પડી ગયેલ દીપડાનો મૃતદેહ રવિવારે બહાર કાઢવામાં સફળતા મળી હતી.આ દીપડો કૂવામાં પડી જવાના ખબર પડતા સ્થાનિક હોટેલ કર્મચારીઓ દ્વારા તેને કાઢવા માટે ખાટલા બાંધીને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ. બિનઅનુભવી રેસ્યુઅરને લીધે દીપડો ઉપરથી નીચે પડતા માથામાં હેમરેજ થઈ જતાં મરણ થયાનું બહાર આવ્યું છે. દીપડો ખાટલા પરથી નીચે પડતા સાપના કરડવાથી મોત થયાનું બહાર પાડ્યું હતું. ખરેખર રેસ્ક્યુ દરમિયાન પડી જતા તે મૃત્યુ પામ્યો હતો. જો કે જાણકારોના મતે દીપડાને ખાટલામાં રાખી કૂવામાંથી કાઢવામાં આવે ત્યારે ઉપરના ભાગે માણસો ન હોવા જોઈએ. પરંતુ રેસ્કયુ સમયે કુવા પર લોકો હોવાથી તેનાથી ડરીને દીપડાએ કૂદકો મારતા માથામાં હેમરેજ થતાં મોત થયું હતું.જો કે,આ બાબતે ફોરેસ્ટ દ્વારા ત્રણ દિવસ સુધી હકિકત વિગતો છુપાવવમાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...