તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઓખા-બેટદ્વારકાની 13 ફેરી બોટના પરવાના આઠ દિવસ માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડે સસ્પેન્ડ કર્યા છે. ક્ષમતા કરતા વધુ મુસાફર, સલામતીના સાધનોના અભાવ સહિતના કારણોસર આ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. શરતોના ભંગ સબબ દરેક બોટમાલિકોને રૂ.500 દંડની ભરપાઇ કર્યા બાદ લાયસન્સ પુન: શરૂ થશે.દ્વારકા આવતા મોટા ભાગના પ્રવાસીઓ ભગવાનનાં નિવાસ સ્થાન એટલે કે બેટ દ્વારકા દર્શને જતા હોય છે. ઓખાથી દરિયામાં ફેરી બોટ મારફત બેટ દ્વારકા જવાનું હોવાથી લોકો ફેરીબોટમાં પ્રવાસ ખેડી બેટદ્વારકા દર્શનનો લાભ મેળવતા હોય છે.
ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા ફેરી બોટ નું સંચાલન કરવામાં આવે છે. ત્યારે જીએમબીએ 13 ફેરી બોટના લાયસન્સ આઠ દિવસ માટે રદ કરતા બોટમાલિકોમાં દોડધામ મચી ગઇ છે. દરેક બોટમાલિકને રૂ.500 નો દંડ ફટકારાયો છે. સલામતીના સાધનો પ્રવાસીઓને દેખાય તેમ ન હોય, ક્ષમતા કરતા વધુ મુસાફરો સહિતના કારણોસર ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.
ઓખામાં નિયમો અને શરતોના ભંગ બદલ પરવાના રદ્દ થયેલી ફેરી બોટ
બોટનું નામ | લાયસન્સ રદ્દનું કારણ |
યાકુબી | સુરક્ષાના સાધનો યાત્રિકો જઇ શકે તેમ ન હોવાથી |
યોગેશ્વરી | સુરક્ષાના સાધનો યાત્રિકો જઇ શકે તેમ ન હોવાથી |
અન્નાસાગર | સુરક્ષાના સાધનો યાત્રિકો જઇ શકે તેમ ન હોવાથી |
ધનપ્રસાદ | સુરક્ષાના સાધનો યાત્રિકો જઇ શકે તેમ ન હોવાથી |
જલમાયા | સુરક્ષાના સાધનો યાત્રિકો જઇ શકે તેમ ન હોવાથી |
અભામદદ | સુરક્ષાના સાધનો યાત્રિકો જઇ શકે તેમ ન હોવાથી |
ડોલર | સુરક્ષાના સાધનો યાત્રિકો જઇ શકે તેમ ન હોવાથી |
તુણાં-2 | ક્રમ નંબર વગર ચલાવવાથી |
સયેદ પીર | ક્ષમતા કરતા વધુ મુસાફર, કર્મી સાથે ગેરવર્તન |
ચંદ્રાસાગર | ક્ષમતા કરતા વધુ મુસાફર |
મગરપીર કા વસીલા | ક્ષમતા કરતા વધુ મુસાફર |
રજિયા સુલતાન | ક્ષમતા કરતા વધુ મુસાફર, કર્મી સાથે ગેરવર્તન |
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.