તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રદ્ધા:યાત્રાધામમાં ભગવાન દ્વારકાધીશને સુવર્ણ જડિત હાર, અલ્કાવલી, ચાંદીનો થાળ, ધુપન અને પ્યાલો અર્પણ

દ્વારકા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ભગવાન શ્રીજીને 1 કીલો 400 ગ્રામ ચાંદી અર્પણ - Divya Bhaskar
ભગવાન શ્રીજીને 1 કીલો 400 ગ્રામ ચાંદી અર્પણ
 • દિપાવલીના પર્વમાં ધનતેરસના ભગવાન શ્રીજીને સોના ચાંદીની ભેટ ધરી ભક્તોએ ધન્યતા અનુભવી

યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશને સુર્વણજડીત હાર, અલ્કાવલી અને ચાંદીનો થાળ અર્પણ કરવામાં આવ્યા હતાં. ભકતો દ્વારા ઘનતેરસના સોના ચાંદીની ભેટ ધરવામાં આવી હતી. દ્વારકાધીશના ભક્તોનો કોઇ જોટો નથી. દેશ વિદેશથી ભગવાન કાળીયા ઠાકોરના ભક્તો પોતાની શ્રધ્ધા પુર્ણ થતા ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે આવતા હોય છે અને આસ્થા સાથે ભેટ અને સોગાદ તેમના ચરણોમાં અર્પણ કરે છે.

આવા જ દ્વારકાધીશજીના એક પરમ ભક્ત દ્વારા દિપાવલીના પર્વમાં ધનતેરસના પવિત્ર દિવસે ભગવાન દ્વારકાધીશજીના ચરણોમાં સુવર્ણ જડીત મોતીનો હાર તથા અલ્કાવલી અર્પણ કરવામાં આવ્યા હતા, જેનો વજન આશરે 100 ગ્રામ છે. અન્ય એક ભક્ત પરિવાર દ્વારા શ્રીજી ને ચાંદીનો થાળ અર્પણ કરવામાં આવ્યો હતો. જેનુ વજન આશરે 800 ગ્રામ છે. ભક્તોએ ભગવાન દ્વારકાધીશ ના ચરણોમાં ભેટ મુકી ધન્યતાનો અનુભવ કર્યો હતો. શ્રદ્ધા પૂર્ણ થતાં ભક્તો દ્વારા ભગવાન શ્રીજીને ભેટ અર્પણ કરાઈ છે.

ભગવાન શ્રીજીને 1 કીલો 400 ગ્રામ ચાંદી અર્પણ
યાત્રાધામ દ્વારકામાં ભકતો દ્વારા ભગવાન કાળિયા ઠકોરના ચરણોમાં સોના-ચાંદી સહીત અવનવી ચીજવસ્તુઓ અર્પણ કરવામાં આવતી હોય છે, ત્યારેઅન્ય એક ભક્ત જય ભગવાન ગ્રુપ દ્વારા ભગવાન શ્રીજીને ચાંદીનો ધુપન નંગ 1 અને ફુલ પ્યાલો નંગ 1 અર્પણ કરવામાં આવ્યો છે. જેનું ચાંદીનું વજન 1 કિલો 400 ગ્રામ જેટલુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો