તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરિયો ખેડવા પ્રતિબંધ:દરિયામાં કરંટ : બોટોને કિનારે પરત ફરવા સુચના

દ્વારકાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સમુદ્રમાં 40 થી 45 કિમીની ઝડપે પવન ફુંકાતા સંભવિત વાવાઝોડાની અસરથી તંત્ર એલર્ટ

હવામાન વિભાગ દ્વારા આગામી ચાર-પાંચ દિવસ ભારે વરસાદ સાથે પવનની ગતી તિવ્ર થતા માછીમારોને એલર્ટ કરાયા છે. દરિયામાં રહેલ તમામ બોટોને તાત્કાલીક નજીકના સમુદ્ર કિનારે પરત ફરવા સુચના આપી છે.દ્વારકાના સમુદ્રમાં પણ 40 થી 45 કિમીની ઝડપે પવન ફુંકાતા તંત્ર એલર્ટ બન્યું છે.દ્વારકા જિલ્લાના 10 બંદરો પરથી માછીમારી માટે નોંધાયેલ 4800 જેટલો બોટો નજીકના બંદર પરત ફરી હોવાનું જિલ્લાનું વહિવટી તંત્ર જણાવી રહ્યું છે.

દ્વારકાના સમુદ્રમાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે. જે મુજબ દ્વારકાના સમુદ્રમાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે.1 ઓગષ્ટથી ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારોને દરિયો ખેડવા માટે પરવાનગી આપી હતી.પરંતુ હાલ હવામાન વિભાગની આગાહી અન્વયે દરિયામાં કરંટ જોવા મળતા સમુદ્રમાં માછીમારી કરવા ગયેલી તમામ બોટોને તાત્કાલીક નજીકના સમુદ્ર કિનારે પરત ફરવા સુચના આપી છે. હાલ સમુદ્રમાં 40 થી 45 કિમીની ઝડપે પવન ફુંકાતા તંત્ર પણ એલર્ટ બન્યું છે.જ્યાં સુધી ફિશરિઝ વિભાગ દ્વારા સુચના આપવામાં ન આવે ત્યાં સુધી માછીમારોને દરિયામાં ન જવા કડક સુચના આપી છે. જો કે,હજુ સુધી બંદરો પર ભયસુચક સિગ્નલ લગાવવામાં આવ્યું નથી.ફિશરિઝ વિભાગની સુચના મુજબ દ્વારકા જિલ્લાની 4800 જેટલી બોટો નજીકના સમુદ્ર કિનારે સલામત પરત પહોચી છે.

દ્વારકા જિલ્લાના 10 બંદરો પરથી નોંધાયેલ બોટો
બંદરનું નામબોટોની સંખ્યા
ઓખા2873
બેટ બાલાપર282
રૂપેણ540
હર્ષદ161
નાવદ્રા110
ભોગાત68
સલાયા659
નાના આંબલા60
ભરાણા45
વાડીનાર35

સ્થિતિ સામન્ય નહી બને ત્યાં સુધી દરિયો ખેડવા પર પ્રતિબંધ
દ્વારકા જિલ્લાના માછીમારોને તા.1 ઓગષ્ટથી દરિયો ખેડવા માટે પરવાનગી આપી હતી.હાલ દરિયામાં કરંટ જોવા મળતા તા.8 ઓગષ્ટ સુધી માછીમારોને દરિયો ખેડવા પર પ્રતિબંધ મુક્યો છે.જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી માછીમારોને સમુદ્રમાં જવા માટે ટોકન આપવાનું બંધ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...