કડક ચેતવણી:દ્વારકા જિલ્લામાં ગેરંટી પિરિયડવાળા 9 રોડ ધોવાઈ જતાં કોન્ટ્રાક્ટરોને નોટિસ ફટકારાઈ

દ્વારકાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોન્ટ્રાકટરો અને જે-તે એજન્સી રોડ રિપેરિંગ નહીં કરે તો ડિપોઝિટ જપ્ત થશે
  • રોડ બની રહ્યા હતા ત્યારે જ તેની ગુણવત્તા તરફ તંત્રએ કેમ ધ્યાન ન આપ્યું ? લોકોમાં રોષની લાગણી જન્મી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય પંથકને જોડતા જિલ્લા પંચાયત હસ્તકના 9 જેટલા રોડ તૂટી ગયા છે.કોન્ટ્રાક્ટરો દ્વારા નબળી ગુણવતાનું મટિરિયલ વાપરવામાં આવતા ગેરંટી પિરિયડવાળા રોડ પર ધોવાય ગયા છે.જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે-તે કોન્ટ્રાકટર અને એજન્સીને નોટીસ ફટકારી રોડનું રિપેરિંગ કામ કરવા સુચના આપવામાં આવી છે.જો રિપેરિંગ કરવામાં નહી આવે તો ડિપોઝિટની રકમ જપ્ત કરવામાં આવશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદથી ગ્રામ્ય પંથકના ગેરંટી પિરિયડવાળા પણ 09 રોડ ધોવાય ગયા છે.ગેરંટી પિરિયડવાળા રોડ ધોવાય જતા વાહનચાલકોને પસાર થવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.કોન્ટ્રાક્ટરો દ્વારા નબળી ગુણવતાનું મટિરિયલ વાપરવામાં આવતા ત્રણ વર્ષની ગેરંટીવાળા રોડ દોઢ વર્ષમાં જ ધોવાય ગયા છે.માર્ગ અને મકાન વિભાગ દ્વારા તમામ રોડના કોન્ટ્રાકટરોને નોટીસ આપી તાત્કાલીક રિપેરિંગની કામગીરી કરવા સુચના આપવામાં આવી છે.કોન્ટ્રાકટરો જો પોતાના સ્વ-ખર્ચે રિપેરિંગ નહીં કરે તો પંચાયત દ્વારા કોન્ટ્રાકટરોની ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે.

જિલ્લા પંચાયત હસ્તગતના મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના તેમજ વિવિધ યોજના અંતર્ગત બનાવેલા રોડ હાલ ધોવાય ગયા હોવાથી ગ્રામ્ય પંથકના વાહનચાલકોને રોડ પરથી પસાર થવામાં મોઢે ફીણ આવી જાય છે.ત્યારે કોન્ટ્રાકટરો દ્વારા વહેલી તકે રિપેરિંગ કરવામાં આવે તેવી વાહનચાલકોમાં ખાસ માંગ ઉઠી છે.

કોન્ટ્રાક્ટરો ધોવાયેલા રોડનું કામ નહીં કરે તો ડિપોઝિટની રકમમાંથી રિપેરિંગ કરાશે
ગ્રામ્ય પંથકના જે રોડ ગેરંટી પિરિયડમાં રહેલા જે રોડ ધોવાય ગયા છે,તેના કોન્ટ્રાક્ટરોને નોટીસ પાઠવી રિપેરિંગ કામગીરી કરવા સુચના આપવામાં આવી છે.જો હવે જે-તે કોન્ટ્રાક્ટરો રિપેરિંગ નહી કરે તો ડિપોજિટમાંથી શરતો મુજબની રકમ જપ્ત કરીને પંચાયત રિપેરિંગ કામગીરી હાથ ધરશે. > એ.જે. ચૌહાણ, કાર્યપાલક ઇજનેર,માર્ગ અને મકાન વિભાગ,દ્વારકા જિલ્લા પંચાયત

અન્ય સમાચારો પણ છે...