તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્રની બેદરકારી:કલ્યાણપુરમાં કીર્તિ સ્તંભની જાળવણીમાં તંત્રની બેદરકારી, તહેવાર નિમિતે સાફ સફાઇ કરવામાં પણ ઘોર ઉદાસીનતાથી લોકોમાં રોષ

દ્વારકા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્તંભની હાલત બદતર બનતા અનેક સવાલ

દ્વારકાના સ્વાતંત્ર સેનાની યાદમાં કલ્યાણપુરમાં હાઇસ્કુલમાં કીર્તિ સ્તંભની સ્થાપેલ છે.જે કીર્તિ સ્તંભને સબંધિત તંત્ર દ્વારા હાલ કોઇ પણ રીતે જાળવણી કરવામાં ન આવતા કીર્તિ સ્તંભની હાલત બદતર બની છે.સ્વાતંત્ર સેનાના પત્નિ દ્વારા વારંવાર રજુાઆતો કરવા છતા કોઇ પણ જાળવણી કરવામાં ન આવતા આઝાદીના લડવૈયાનું પણ માન જળવાતું ન હોવાનો અફસોસ કરી રહ્યા છે.મહત્વના 15 ઓગષ્ટ અને 26 જાન્યુઆરી જેવા તહેવાર નિમિતે પણ સાફ સફાઇ કરવામાં ન આવતી હોવાની રજુઆતમાં ઉલ્લેખ કર્યો છે.

દ્વારકામાં રમણકૃપા ફુલકાશેરીમાં રહેતા સ્વાતંત્ર સેનાના પત્નિ મનોરમાબેન રમણલાલ વાયડા (ઉ.વ.85)એ પ્રાતં અધિકારીને કરેલ લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે,હુ સ્વાતંત્ર સેનાની સ્વ.રમણલાલ લીલાધર વાયડાની વિધવા પત્નિ છું.મારા પતિ આઝાદીના લડવૈયા હતા અને સરકારે સ્વાતંત્ર સેનાની યાદમાં જે તે વખતે તાલુકા મથકે કીર્તિસ્તંભની સ્થાપના કરી હતી.જેમાં કલ્યાણપુરમાં કે.કે.દાવડા હાઇસ્કુલમાં મારા પતિએ પણ કીર્તિ સ્તંભની સ્થાપના કરી હતી.જે આજે આઝાદીના દાયકાઓ બાદ પણ તે કીર્તિ સ્તંભને કોઇ યાદ કરતું નથી.

હાલ આ કિર્તિ સ્તંભ ખુબ જ ખરાબ હાલતમાં છે.તેમજ 26 જાન્યુઆરી અને 15 ઓગષ્ટે શાળામાં તેની સાફ સફાઇ પણ કરવામાં આવતી નથી.આઝાદીના લડવૈયાનું માન જળવાય રહે તે માટે સાર સંભાળ કરવા આઝાદીના લડવૈયાના વિધવા પત્નિ દ્વારા રજુઆત કરવામાં આવી છે. વખતો વખત રજૂઆત છતાં તંત્ર દ્વારા મહત્વના તહેવારો પર ર્કીતી સ્તંભની સાફ-સફાઇ કરવામાં આવતી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો