તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અરેરાટી:કુરંગામાં બોથડ પદાર્થ ઝીંકી યુવકની હત્યા, દેવભૂમિ પંથકમાં સપ્તાહમાં જ હત્યાના વધુ એક બનાવથી ભારે ચકચાર

દ્રારકા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
મૃતક યુવાન - Divya Bhaskar
મૃતક યુવાન
 • માથાના ભાગે ઘા ઝીંકી ઢીમ ઢાળી દેવાયાનું તારણ, અજાણ્યા આરોપીની શોધખોળ

દેવભુમિ દ્રારકા જિલ્લાના કુરંગા ગામના વાડી વિસ્તારમાંથી એક યુવકનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.માથાના ભાગે બોથડ પદાર્થનો ઘા ઝીંકી કાસળ કાઢી નાખ્યાનુ તારણ દર્શાવીને પોલીસે મૃતદેહને પોષ્ટમોર્ટમ અર્થે ખસેડી આરોપીની શોધખોળ માટે કવાયત હાથ ધરી છે.

દેવભુમિ દ્રારકા પંથકમાં સપ્તાહમાં જ હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે.જેમાં દ્રારકા નજીક કુરંગા વાડી વિસ્તારમાં રહેતા વાલાભાઇ રાયમલભાઇ હાથીયા (ઉ.વ.30) નામના યુવાન મૃત હાલતમાં મળી આવ્યો હતો.જે બનાવની સ્થાનિકોએ જાણ કરતા ડીવાયએસપી,પીઆઇ સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી તેને પોષ્ટમોર્ટમ અર્થે દ્રારકાની સરકારી હોસ્પીટલમાં ખસેડયો હતો.

વાડી વિસ્તારમાં રહેતા અને મજુરીકામ કરતા મૃતક યુવાનને કોઇએ માથાના ભાગે બોથડ પદાર્થ અને શરીરના ભાગે બેફામ માર મારીને હત્યા નિપજાવ્યાનુ પ્રાથમિક તારણ કાઢી પોલીસે આરોપીને પકડી પાડવા માટે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.દ્વારકાના કુરંગાની સીમમાં રહેતા શ્રમિક યુવાનની હત્યાના પગલે તેના અઢી વર્ષ અને ચાર વર્ષના બે માસુમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો