તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારો અંદેશો:દ્વારકા જિલ્લામા ઉનાળુ વાવેતર 15 ટકાથી વધુ

ભાટિયા18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઉનાળુ પાક જેવા કે, મગફળી, મગ, તલ અને ધાસચારાનું વાવેતર પ્રમાણમાં વધ્યું

ચાલુ વર્ષે સારા વરસાદના પગલે દેવભુમિ દ્વારકા વિસ્તારમા શિયાળુ પાક બાદ હવે ઉનાળુ પેદાશો લેવા માટે વાવેતરો કરવામા આવ્યા છે. જો કે, ઉનાળુ વાવેતરો હાલ ચાલુ હોવાને લીધે અડધાથી વધારે વાવેતરો હજુ હવે થવાના ખેતીવિભાગના અંદેશા છે. આ વર્ષે ઉનાળો બેસતા જ દ્વારકા વિસ્તારના ખેડુતો એ ઉનાળુ પાક મગફળી જેમા જાડી ઝીણી બન્ને જાત, મગ, તલ સફેદ તેમજ કાળા એમ બન્ને પ્રકારના, આ સિવાય ગદમ, મકાઈ, ગુંદરી તથા વાઢીયુ ખળ વગેરે જેવા ધાસચારાના પાકો જેવી મોલાતોના વાવેતર હતા.

અત્યાર સુધિમા દ્વારકા જીલ્લામા 12000 હેકટર મગફળી જાડી-ઝીણી બન્ને 4300 હેકટર ઉનાળુ મગ, 1400 હેકટર જેટલા ઉનાળુ તલ તથા 7000 હેકટર જેટલા ખેત વિસ્તારોમા ધાસચારાના વિવિધ પાકો ના વાવેતરો થઈ ગયા છે. દેવભુમિ દ્રારકા જીલ્લાની કુલ 2,40,000 હેકટર જેટલી વાવવા લાયક ખેતીની જમીન માથી 15 ટકા જેટલા વિસ્તારમા વાવેતર થયુ છે તથા ખેતીવાડી વિભાગનુ અનુમાન છે કે આવનાર સમયમા હજુ આ રેશીયો 40 ટકા થવાની સંભાવના છે કેમકે હજુ જમીનના તળોમા પાણી રહેલ છે.

આ સિવાય ધાસચારાના વાવેતરોનો ચોમાશુ પાક વધારે વરસાદને લીધે પુરતા પ્રમાણમા થયો ન હોય તેથી ધાસચારાના પણ વધારે વાવેતરો થવાની શકયતાઓ છે. હાલ બજારમા રીટેલઈ મકાઈ 20 કીલો ધાસચારાના 60 થી 80 રૂપિયાના ભાવો ચાલી રહયા છે.

હજુ શિયાળુ પાકના વાવેતરો વધશે : ખેતીવાડી વિભાગ
કોટ-ખેતીવાડી વિભાગના ડીએઓ વી.એમ.બાથરે જણાવ્યુ હતુ કે હજુ કેટલીક જમીનોમાથી શીયાળુ વાવેતરો લઈ અને જમીનો ફરીથી ઉનાળુ પાક માટે તૈયાર થઈ રહી છે.અને વધારે વાવેતરો થવાની પુરી શકયતા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો