દેવભૂમિ દ્વારકા સહિત રાજયભરમાં છેલ્લા દોઢેક વર્ષથી કોરોના કાળના પગલે નાના મોટા ધંધાઓને માઠી અસર થઇ હતી. જયારે દુર દુરથી આવતા ભાવિકોનો પ્રવાહ પણ સિમિત બન્યો હતો.જો કે, છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાની ગંભીર પરિસ્થિતિમાંથી દ્વારકા પંથક બહાર આવતા ફરી ધીરે ઘીરે ધંધા રોજગાર શરૂ થતા સ્થાનિક વેપારી આલમે પણ રાહત અનુભવી છે.
પવિત્ર યાત્રાધામ દ્વારકામાં પણ છેલ્લા દોઢેક વર્ષથી કોરોના કાળના કારણે ધંધા રોજગાર મહદઅંશે ઠપ્પ થયા હતા.જોકે,છેલ્લા કેટલાક દિવસોથી યાત્રાળુઓની ધીમી ચહલ પહલ શરૂ થતા ધંધા રોજગાર ધીરે ધીરે પુન: શરૂ થયા છે. જેના પગલે સ્થાનિક પ્રજામાં પણ આંનદની લાગણી પ્રસરી છે. સુપ્રસિધ્ધ ભગવાન દ્વારકા ધીશજીનુ મંદિર પણ ખુલ્લી થતા ભાવિકોના શરૂ થયેલા હળવા પ્રવાહના કારણે જુદા જુદા બજારો પણ ધીરે ધીરે ધમધમતા થયા છે.
દ્વારકા ઉપરાંત બેટ દ્વારકા, નાગેશ્વરમાં દર્શનાર્થીઓની અવર જવર ફરી જોવા મળે છે.ખાસ કરીને બાર જયોતિલિંગ પૈકીના નાગેશ્વર મંદિરમાં પવિત્ર શ્રાવણ માસમાં ભાવિકો દર્શનાર્થે આવી રહયા છે.તો દ્વારકાની ભાગોળે આવેલા હરવા ફરવાના સ્થળ શિવરાજપુર બીચ ખાતે પણ ફરીથી સહેલાણીઓ નજરે પડે છે. ખાસ કરી શનિ-રવિવારે યાત્રાળુઓ વધુ પ્રમાણમાં જોવા મળી રહયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.