હાલાકી:દ્વારકામાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા , લોકો ગોઠણડૂબ પાણીમાં ટ્રેકટર પર બહાર નીકળવા મજબૂર બન્યા

દ્વારકાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દ્વારકામાં છેલ્લા બે દિવસથી સચરાચાર વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી પડી હતી.દ્વારકાના ચરકલા રોડ પર પાણી ફરી વળતા અંડર બ્રિજમાં પાણી ભરાતા રોડ બ્લોક થઇ ગયો હતો.ત્યારે જીવના જોમખે વાહનચાલકો પસાર થતા જોવા મળ્યા હતા.દ્વારકાના કેટલાક વિસ્તારોમાં ઘરમાં પણ પાણી ઘુસી ગયા હતા.છેલ્લા બે દિવસથી દ્વારકા તથા આજુબાજુના વિસ્તારોમાં વરસાદ અનાધાર વરસી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે.ત્યારે દ્વારકા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ જ્યોતિબેન સામાણી તથા ઉપ પ્રમુખ પ્રકાશ વાધેલાએ દ્વારકાના નિચાણવાળા વિસ્તારની મુલાકાત લીધી હતી. ઇસ્કોનગેટ પાસે પંપ હાઉસની પણ મુલાકાત કરી જાણકારી મેળવી હતી.અને પંપ સેટ ચાલુ કરાવી વરસાદી પાણીનો નિકાલ કરવાનું કામગીરી શરૂ કરાવી હતી.દ્વારકા જિલ્લાનાં અનેક માર્ગો વરસાદથી પ્રભાવિત થયા હતા. છેલ્લા બે દિવસથી અને બે થી સાડા પાંચ ઈંચ વરસાદથી અનેક વિસ્તારો પ્રભાવિત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...