સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા જિલ્લાના ઓખાથી બેટ દ્વારકા જતી પાંચ ફેરી બોટના લાયસન્સ એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરવાનો ગુજરાત મેરીટાઇમ બોર્ડએ આદેશ કર્યો છે.નિયતથી વધુ ભાડુ,પેસેન્જર બેસાડવા સહિત ગેર વર્તનની ફરીયાદોના આધારે જીએમબીએ દંડનીય કાર્યવાહી કરી હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળથી બેટ દ્વારકા દરરોજ સંખ્યાબંધ યાત્રીકો સહિતના લોકો ફેરીબોટના માધ્યમથી અવર જવર કરે છે.જેમાં બોટધારકોને શરતોના આધારે પરવાનો આપવામાં આવે છે.દરમિયાન અમુક ફેરી બોટના સંચાલકો દ્વારા લાયસન્સની શરતોનો ભંગ કરાતો હોવાની ફરીયાદ જીએમબીને મળી હતી.
ઓખા-બેટ જેટી પરના સિકયોરીટી સ્ટાફની જુદીજુી ફરીયાદોના આાધારે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા પાંચ ફેરી બોટના લાયસન્સ એક સપ્તાહ માટે મોકુફ રાખવા અને દંડનો પણ હુકમ કર્યો છે.જેમાં જીએમબીએ અલ બસિરી, સુરજ-2, દરીયા દોલત, સંજરી અને રજીયા સુલ્તાનનો પરવાનો એક સપ્તાહ માટે મોકુફ રાખવાનો હુકમ કર્યો છે.ઉકત પાંચેય ફેરીબોટમાં નિયતથી વધુ ભાડુ,નિયતથી વધુ મુસાફરો બેસાડવા સહિત ગેરર્વતનની ફરીયાદના આાધારે કાર્યવાહી કરાઇ હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે.
પખવાડીયા પૂર્વે પણ 21 લાયસન્સ મોકુફ રખાયા
ઓખા જેટીથી બેટ દ્વારકા આવા ગમન કરતી 21 ફેરી બોટના લાયસન્સ જાન્યુઆરી માસના આરંભે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જેમાં શરતોના ભંગ મામલે જીએમબી દ્વારા કાર્યવાહી કરાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.