દ્વારકા:કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી બેટ-દ્વારકાની મૂક્તિ

ખંભાળિયા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અડધા યાત્રીકોની શરતે ફેરીબોટ શરૂ થશે

બેટ-દ્વારકામાં કોરોનાના પોઝીટીવ કેસ આવતા 2મેથી કન્‍ટેનમેન્‍ટ ઝોનમાં સમાવેશ કરાયો હતો. 14 દીમાં એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ ન નોંધાતા બેટદ્વારકાને કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી છે, સાથે જ ઓખા બેટદ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટને પણ 50 ટકા જ યાત્રીકો બેસાડવાની શરત સાથે મંજુરી આપવામાં આવી છે. બેટ દ્વારકા કન્ટેન્મેન્ટમાં તેમજ બફર ઝોનને તા. 29 મે ના રોજ 28 દિવસ પુર્ણ થતા તેમજ છેલ્‍લા 14 દિવસમાં નવો પોઝીટીવ કેસ આવ્યો ન હોવાથી તેમજ સર્વેલન્સમાં આઈ.એલ.આઈ./ એસ.એ.આર.આ.ઈ.ના કેસ જોવા મળ્યા ન હોવાથી કન્ટેન્મેન્ટ ઝોન તથા બફર ઝોનનું જાહેરનામું રદ કરવાની દરખાસ્ત મળતા કલેકટર મીનાએ બેટ દ્વારકાના વોર્ડ નં. 5 ને કન્ટેન્મેન્ટમાંથી મુકત જાહેર કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...