તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યવસ્થા:કલ્યાણપુરના લાંબામાં કોવિડ આઈસોલેસન સેન્ટર શરૂ કરાશે

દ્વારકા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 બેડની સુવિધા ઉપલબ્ધ બનાવાશે, તબીબોની ટીમ સેવા આપશે

લાંબા ગામે આહીર સમાજ વાડીમાં ગ્રામ પંચાયત દ્વારા ગામના તમામ સમાજના આગેવાનોની મીટીંગ બોલાવવામાં આવી હતી તેમાં લાંબા ગામ માટે મદદરૂપ થઇ શકે તેવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી. જેમા લાંબા આહીર સમાજ વાડી યુનિટ 3ને આહીર સમાજ દ્વારા કોરોના મહામારી સામે લડવા સમસ્ત લાંબા ગામનું કોવિડ આઇસોલેસન બનાવવા માટે પંચાયત ને સોંપવામાં આવ્યુ છે. કોવિડ આઇશોલેશનમાં હાલ 10 બેડ નો આઇશોલેશન વોર્ડ બનશે.જેમા જામનગરથી ડૉક્ટરની ટિમ આવશે. ઉપરાંત લાંબા સરકારી દવાખાનાનો સ્ટાફ અને લાંબાના ડોક્ટર પણ સેવા આપશે.

લાંબા તથા આજુબાજુના કોઈપણ ગામના રહેવાસી અને કોઈપણ સમાજના કોરોનાના દર્દીને દાખલ કરવામાં આવશે અને એની સારવાર કરવામાં આવશે. જો દર્દીને વધુ સારવાર માટે મોટી હોસ્પિટલમાં રીફર કરવાના હશે તો એમ્બ્યુલન્સ અને પોરબંદર કે ખંભાળિયા જવા ઓક્સિજન સહિત ની વ્યવસ્થા સાથે પહોંચાડી આપશે. કોઈને ઓક્સિજનના બાટલાની આવશ્યકતા હશે તો ડિપોઝિટની નક્કી કરેલ રકમ જમા કરાવી ઓક્સિજન ની બોટલ મળશે અને બોટલ પરત જમા કરાવશે ત્યારે ડિપોઝિટ પરત મળશે.

અન્ય સમાચારો પણ છે...