દ્વારકા:સલાયામાં જૂના ઝઘડાનો ખાર રાખી યુવાન પર હુમલો

ખંભાળીયા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ધોકા-ડીસમીસ વડે માર માર્યાની ત્રણ સામે રાવ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામે રહેતા અકરમ રજાકભાઇ સંધાર નામના યુવાને તેના પર અગાઉના ઝઘડાનો ખાર રાખીને મુંઠનો ઘા મારી ઇજા પહોચાડી અપશબ્દો ઉચ્ચારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ સુલતાન અબ્દુલ જસરાયા અને નદીમ કઠિયારા સામે નોંધાવી છે. જયારે આ બનાવમાં સામાપક્ષે સુલતાન અબ્દુલભાઇ જશરાયાએ પણ પોતાના પર લાકડાના ધોકા અને ડીસમીસ વડે હુમલો કરી ઇજા પહોચાડી ગાળો ભાંડીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ એજાજ રજાક સંધાર, અકરમ રજાક સંધાર અને રીઝવાન રજાક સંધાર સામે નોંધાવી છે. પોલીસે સામસામી ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...