તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભક્તિ:જગત મંદિરમાં જ્યેષ્ઠાભિષેક, જગતમંદિર ગર્ભગૃહમાં જલનો મોટો કુંડ બનાવી નાવ મનોરથ ઉત્સવ

દ્રારકા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રીજીને ખુલા પડદે અભિષેક કારાયો, ભાવિકો દર્શનાર્થે ઉમટ્યા

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારાકામાં ગુરુવારના જેઠ મહિનાની પૂનમ નિમિત્તે જગત મંદિરમાં જ્યેષ્ઠા અભિષેક મહોત્સવની શ્રધ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવીણી કરવામાં આવી હતી.જગતમંદિર ગર્ભગૃહમાં જલનો મોટો કુંડ બનાવી નાવ મનોરથ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.પૂનમ હોવાથી વહેલી સવારથી જ ભાવિકોએ ગોમતી સ્નાન કરી ભગવાન દ્વારીકાધીશના દર્શન કરી ધ્યાનતા અનુભવી હતી. કોરોનાના કેસ ઘટતા જગતમંદિરના દ્વાર ખુલતા મોટી સખ્યામાં ઉમટી પડતા દર્શન માટે લાંબી કતારો જોવા મળી હતી.

દ્વારકામાં જગત મંદિરમાં વર્ષમાં બે વખત જ ઠાકોરજીને ખુલ્લે પડદે સ્નાન દર્શન થાય છે.જેમાં જ્યેષ્ઠાભિષેકનું વિશેષ મહત્વ છે. ગુરુવારે જેઠ મહીનાની પૂનમ ના જગતમંદિરમાં જ્યેષ્ઠા અભિષેક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આ શુભદિને પૂજન સાથે ખુલ્લા પડદે ભગવાનશ્રી જીને અભીષેક કરાવવામાં આવે છે.

જેના માટે બ્રહ્મ સમાજના ભૂદેવો તથા બ્રહ્મ કન્યાઓ શણગાર સજીને દ્વારકાના ભદ્રકાળી મંદિર સ્થિત કુંડ માથી ભરેલા જલને કેશર, કસ્તુરી, કપૂર, અતર, ચંદન મિશ્રીત કરી આ જલને ચાંદીના પાત્રૉમાં આખી રાત રાખી સવારે શ્રીજીને આ જલથી અભીષેક કરાવમાં આવ્યો હતો. ભગવાનદ્વારકાધીશની સુખાકારી હેતુ સાંજના સમયે પ્રભુના ઉત્સવ સ્વરૂપને જગત મંદિર ગર્ભગૃહમાં જલ નો મોટો કુંડ બનાવી નાવ મનોરથ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...