તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીવીઆઈપી:હરિયાણાના નાયબ મુખ્યમંત્રી માટે જગતમંદિર દોઢ વાગ્યા સુધી ખુલ્લું રહેતા ભાવિકોમાં ભારે રોષ

દ્વારકા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બપોરે 1 કલાકે મંદિરની અનોસરની પરંપરા રાજકીય મંત્રીને કારણે ઈતિહાસમાં પ્રથમ વખત બદલાઈ
 • મંદિરમાં પરિવાર સાથે પૂજા-અર્ચના કરી ભગવાન દ્વારિકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવ્યું
 • મંદિરનો સમય વધારવા ભાવિકોની માંગ

સામાન્ય રીતે ભાવિકો ભગવાન દ્વારકાધીશના દર્શન માટે અધીરા હોય છે અને અનેક મુશ્કેલી વેઠીને પણ દ્વારકા દર્શનાર્થે આવે છે. પરંતુ સોમવારે ભગવાન દ્વારકાધીશ ભક્તની રાહ જોઇને બેસી રહ્યા હતા. કારણ કે, હરિયાણાના નાયબ મુખ્યમંત્રી આવતા જગતમંદિર દોઢ વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવ્યું હતું. બપોરે 1 કલાકે મંદિર અનોસરની પરંપરા બદલાતા ભાવિકોમાં રોષની લાગણી ફેલાઇ છે. નાયબ મુખ્યમંત્રીએ પરિવાર સાથે જગતમંદિરમાં શીશ ઝૂકાવ્યું હતું.

હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા સોમવારે બપોરે સિકયોરીટી સાથે પરિવાર સાથે દ્વારકાધીશ જગતમંદિરે આવી પહોંચ્યા હતાં. તેમના સ્વાગત માટે દ્વારકા કલેકટર નરેન્દ્ર કુમાર મીના તથા પૂજારી પરિવાર રહ્યો હતો. સામાન્ય રીતે મંદિર બપોરે 1 કલાકે અનોસર એટલે કે બંધ થઇ જાય છે. પરંતુ હરિયાણાના નાયબ મુખ્યમંત્રીના આગમનને પગલે જગતમંદિર બપોરે 1.30 કલાક સુધી ખુલ્લું રાખવામાં આવતા ભાવિકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ હતી. હરિયાણા, પંજાબના ખેડૂત આંદોલન વિશે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતો સાથે સરકારની વાટાઘાટો ચાલી રહી છે ત્યારે નવા વર્ષ- 2021 પહેલા બધું સારૂં થઈ જશે.

જગત મંદિર 1:15 કલાકે બંધ થયું હતું
હરિયાણાના નાયબ મુખ્યમંત્રી સોમવારે દ્વારકા આવ્યા હોવા છતાં જગત મંદિર બપોરે 1:15 કલાકે બંધ થઈ ગયું હતું. તેઓએ અંદર પૂજા કરી હતી. સામાન્ય દિવસોમાં વધુ ભીડ હોય ત્યારે પણ જગત મંદિર સવા વાગ્યા સુધી ખૂલું રહે છે. - નરેન્દ્રકુમાર મીના, દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો