તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આરતીનાં દ્વાર ખૂલ્યાં:જગતમંદિર દ્વારકાધીશની આરતીનાં દ્વાર દર્શન માટે ખૂલ્યાં, અંબાજી અને સોમનાથમાં આરતી વખતે ભક્તોને પ્રવેશ નહીં, સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે દર્શનનો લાભ લઇ શકશે

દ્વારકાએક મહિનો પહેલા
જગતમંદિર દ્વારકાધીશની આરતીનાં દ્વાર ખૂલ્યાં, ભક્તો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી આરતીનો લાભ લઈ શકશે.
  • આરતી દરમિયાન તમામ ગાઇડલાઇનનું પાલન કરવામાં આવશે
  • આજથી ભાવિક ભક્તો રૂબરૂ આરતીનો લાભ લઈ શકશે

આજથી જગતમંદિર દ્વારકાધીશની આરતીના સમયે તમામ ભક્તોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આજથી ભક્તો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી આરતીનો લાભ લઈ શકશે. આરતી દરમિયાન તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. મહત્ત્વનું છે કે કોરોનાના કહેર વચ્ચે ભાવિકોને રક્ષણ મળે એ માટે દ્વારકા જગતમંદિર પરિસરને રજતભસ્મ દ્વારા સેનિટાઇઝ કરવામાં આવ્યું હતું. સરકારની ગાઇડલાઇન મુજબ, આયુર્વેદિક પદ્ધતિથી રાત્રીના સમયે કામગીરી કરવામાં આવી હતી. બીજી તરફ યાત્રાધામ અંબાજી અને સોમનાથમાં આરતી વખતે ભક્તોને પ્રવેશ આપવામાં આવતો નથી. શ્રદ્ધાળુંઓ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે અંબાજી અને સોમનાથ મંદિરમાં દર્શનનો લાભ લઇ શકે છે.

અત્યારસુધીમાં ઓનલાઇન આરતી જોઈ શકાતી હતી
કોરોનાની મહામારીને કારણે અત્યારસુધી દ્વારકાધીશની આરતી ઓનલાઈન જોઈ શકાતી હતી, પરંતુ આજથી ભાવિક ભક્તો આરતીનાં રૂબરૂ દર્શનનો લાભ લઈ શકશે. ભાવિક ભક્તોએ મંદિરમાં પ્રવેશ કરતી વખતે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા સહિતના તમામ નિયમોનું પાલન કરવું પડશે.

રજતભસ્મ કેમિકલથી કપડાં અને ચામડીને નુકસાન થતું નથી
યાત્રાધામ દ્વારકામાં જગતમંદિર અને પરિસરમાં રજતભસ્મ, એટલે કે સિલ્વર પાણી દ્વારા સેનિટાઇઝેશનની કામગીરી કરવામાં આવી હતી. રજતભસ્મ કેમિકલ આલ્કોહોલ વગર સંપૂર્ણ આયુર્વેદિક પદ્ધતિથી ખાસ બનાવવામાં આવે છે, આથી કપડાં અને ચામડીને કોઈપણ જાતનું નુકસાન થતું નથી. ગુજરાતનાં અનેક તીર્થસ્થળ પર આ પદ્ધતિથી સેનિટાઇઝેશનની કામગીરી કરવામાં આવે છે.

ભક્તો ઓછા આવવાથી દાન ઘટ્યું
દ્વારકાના જગતમંદિરમાં 2020-21ના એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન મનોરથ ભોગ અને દાનની આવકમાં દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે નોંધપાત્ર ઘટાડો થયો છે. યાત્રિકોની પાંખી હાજરીને લીધે દાનની સરવાણી ઘટી છે. આ વર્ષે દ્વારકા જગતમંદિરમાં રૂ.92,89,400નું રોકડ દાન પ્રાપ્ત થયું છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા જગતમંદિરમાં ભાવિકો યથાશક્તિ મુજબ સોનું,ચાંદી તેમજ રોકડ સહિતનું મંદિરમાં દાન અર્પણ કરતા હોય છે.

આ વર્ષે 92 લાખ આવક થઈ
ચાલુ વર્ષે કોરોના વાઇરસને લીધે જગતમંદિર અઢી માસ સુધી બંધ રહ્યું હતું. હાલ પણ જગતમંદિર ખૂલતાં ટ્રેન, બસની સુવિધાઓ પ્રાપ્ત ન થતાં યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. કોરોના મહામારીને લીધે જગતમંદિરની આવક ગત વર્ષ કરતાં ઘટી છે. ગત વર્ષ 2019-20ના એપ્રિલથી ઓગસ્ટ સુધીની જગતમંદિરની આવક 4,43,89,491 જેટલી થવા પામી હતી, જ્યારે આ વર્ષ 2020-21ના એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં ફક્ત 92,89,400 રૂપિયાની આવક થઈ છે. જગતમંદિરની આવકમાં આશરે 83%નો હિસ્સો પૂજારી પરિવારના ભાગે જાય છે, 15% હિસ્સો જગતમંદિરનો વહીવટ કરતી દેવસ્થાન સમિતિના ભાગે આવે છે અને 2%નો હિસ્સો ચેરિટી ટ્રસ્ટના ભાગે જાય છે.

સોમનાથ મંદિરમાં આરતી સમયે ભક્તોને પ્રવેશ આપવામાં આવતો નથી
સોમનાથ મંદિરમાં આરતી સમયે ભક્તોને પ્રવેશ આપવામાં આવતો નથી

સોમનાથ મંદિરમાં આરતીમાં ભાવિકોને પ્રવેશ પર પ્રતિબંધ
બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં આરતી સમયે ભાવિકોને પ્રવેશ આપવા પર પ્રતિબંધ છે. આરતી સમયે કોઈ પણ ભાવિકને પ્રવેશ આપવામાં આવતો નથી. હાલ ભાવિકોને દર્શન માટે પાસ સિસ્ટમ યથાવત છે. પાસ વગર એક પણ ભાવિકને અંદર પ્રવેશ આપવામાં આવતો નથી. વેરાવળ સિવાયના ભાવિકોએ દર્શન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે. હાલ રોજ 500થી 700 ભાવિકો રોજ દર્શન કરી રહ્યા છે. મંદિર રાતના 9 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. તેમજ સોશિયલ ડિસ્ટન્સ સાથે ભાવિકોને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. મંદિરમાં ભક્તોને પ્રસાદી ચઢાવવા પર પ્રતિબંધ છે.

અંબાજીમાં આરતીમાં ભક્તોને પ્રવેશ નહીં
અંબાજી મંદિરમાં સવારે 7.30થી 8 અને સાંજે 6.30થી 7 સુધી આરતીનો સમય છે, જોકે કોરોના મહામારી અને સરકારની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને ભક્તોને આરતીમાં પ્રવેશ આપવામાં આવતો નથી. જોકે ભક્તોને મંદિરમાં દર્શન કરવાની મંજૂરી અપાઈ છે, તેમાં કોવિડ ગાઈડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે છે. ભક્તોને સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઈઝ કરીને મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે. ભક્તો સોશિયલ ડિસ્ટન્સ સાથે લાઈનમાં ઉભા રાહીને દર્શન કર્યા બાદ તુરંત જ મંદિરની બહાર નીકળી જાય છે. તેમજ ચાચર ચોકમાં ભક્તોને બેસવા દેવામાં આવતા નથી અને દર્શન કરવાની મંજૂરી આપવામાં આવી નથી.

(સુભાષસિંઘ લોહાનીવાલ-દ્વારકા)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો