નિર્ણય:જગત મંદિર 18મી સુધી દર્શનાર્થીઓ માટે બંધ, ઓનલાઈન દર્શન કરી શકાશે

દ્વારકા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
દ્વારકા જગત મંદિરના દ્વારે બંદોબસ્ત ગોઠવાયો - Divya Bhaskar
દ્વારકા જગત મંદિરના દ્વારે બંદોબસ્ત ગોઠવાયો
  • કોરોના મહામારી વધુ વકરવાના લીધે ફરી લેવાયો નિર્ણય
  • ભગવાનનો નિત્યક્રમ રાબેતા મુજબ કરવામાં આવશે, ભક્તો વેબસાઈટ પર નિહાળી શકશે

સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશજી મંદિર વિશ્વભરમાં સુવિખ્યાત છે.જયાં સામાન્ય દિવસોમાં દરરોજ સેંકડો ભાવિકો દર્શનાર્થે આવતા હોય છે.ત્યારે હાલ કોરોનાની મહામારીને ધ્યાને લઇ ભકતોમાં સંક્રમણનો ભય રહે છે જેના કારણે જગત મંદિરના દ્વાર ભકતો માટે તા. 18મી મે સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.દ્વારકાના ભગવાન દ્વારકાધીશજી મંદિરના દ્વાર કોરોના મહામારીના પરીણામે બંધ કરવામાં આવ્યા હતા કોરોનાના કારણે માત્ર પુજારીઓની ઉપસ્થિતિમાં ભગવાનના પુજન અર્ચન,આરતી સહિતની તમામ વિધિ આસ્થાભેર કરવામાં આવી રહી છે. જયારે આરતી અને દર્શન ઓનલાઇન દર્શાવવામાં આવી રહયા છે.

હાલ કોરોના મહામારીના પગલે દ્વારકા કલેકટર દ્વારા જગતમંદિરના દ્વાર ભક્તો માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.જગત મંદિરમાં લગભગ દરરોજના હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેશ-વિદેશમાંથી દર્શન કરવા દ્વારકા આવતા હોય છે. ત્યારે આવડી મોટી સંખ્યામાં આવતા શ્રધ્ધાળુઓમાં કોરોના સંક્રમણ થવાનો વધુ ભય રહેલ છે.હાલ કોરોના મહામારી વધવા પામી છે જેથી જગતમંદિરને વધુ તા.18.05.21 સુધી બંધ કરવામાં આવ્યા છે.પરંતુ જગત મંદિર અંદર ભગવાનનો નિત્યક્રમ રાબેતા મુજબ કરવામાં આવશે અને તેનું લાઈવ પ્રસારણ જગત મંદિરની વેબસાઇટ ઉપરથી ભક્તો નિહાળી શકશે.

અન્ય સમાચારો પણ છે...