તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

જગત મંદિરને કોરોના નડ્યો:દ્વારકા હવે સોનાની નગરી નહીં, દાનમાં રૂ. 3.51 કરોડનો ઘટાડો, યાત્રીકોની પાંખી હાજરીથી દાનની સરવાણી ઘટી

દ્વારકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લાંબા સમય બાદ શનિવારે મંદિરમાં છપ્પન ભોગ ધરાવાયો.
  • ગયા વર્ષે રૂા.4.43 કરોડની આવક થઈ હતી, ચાલુ વર્ષે 92.89 લાખની જ આવક થઈ
  • મહામારીના લીધે યાત્રીકોની પાંખી હાજરીથી દાનની સરવાણી ઘટી

દ્વારકાના જગત મંદિરમાં 2020- 21 ના એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન મનોરથ ભોગ અને દાનની આવકમાં દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે નોંધપાત્ર ઘટાડો થયો છે. યાત્રીકોની પાંખી હાજરીના લીધે દાનની સરવાણી ઘટી છે.આ વર્ષે દ્વારકા જગતમંદિરમાં રૂ.92,89400નું રોકડ દાન પ્રાપ્ત થયું છે. સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા જગતમંદિરમાં ભાવિકો યથાશક્તિ મુજબ સોનું,ચાંદી તેમજ રોકડ સહિતનું મંદિરમાં દાન અર્પણ કરતા હોય છે.

આ વર્ષે 92 લાખ આવક થઈ
ચાલુ વર્ષે કોરોના વાયરસના લીધે જગતંદિર અઢી માસ સુધી બંધ રહ્યું હતુ.હાલ પણ જગત મંદિર ખૂલતા ટ્રેન,બસની સુવિધાઓ પ્રાપ્ત ન થતા યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર ધટાડો જોવા મળ્યો છે. કોરોના મહામારીના લીધે જગત મંદિરની આવક ગત વર્ષ કરતા આવક ધટી છે. ગત વર્ષ 2019-20ના એપ્રિલથી ઓગસ્ટ સુધીની જગતમંદિરની આવક 4,43,89,491 જેટલી થવા પામી હતી,જ્યારે આ વર્ષ 2020-21ના એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં ફક્ત 92,89,400 રૂપિયાની આવક થઇ છે. જગત મંદિરની આવકમાં આશરે 83%નો હીસ્સો પુજારી પરિવારના ભાગે જાય છે, 15% હીસ્સો જગત મંદિરનો વહીવટ કરતી દેવસ્થાન સમિતીના ભાગે આવે છે અને 2%નો હીસ્સો ચેરીટી ટ્રસ્ટના ભાગે જાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો