તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જગતમંદિરના દરવાજા બંધ:કોરોનાને કારણે દર્શનાર્થીઓ માટે દ્વારકાધીશ મંદિર આજથી ત્રણ દિવસ બંધ, શિવરાજપુર બીચ-સુદામા સેતુ ચાલુ રહેશે

દ્વારકાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
દ્વારકાધીશ મંદિરની તસવીર - Divya Bhaskar
દ્વારકાધીશ મંદિરની તસવીર
 • ફૂલડોલ ઉત્સવમાં યાત્રાધામ દ્વારકા તરફ જતા પદયાત્રીઓનો પ્રવાહ સમાપ્ત થયાે

યાત્રાધામ દ્વારકા ખાતે દર વર્ષે લાખોની સંખ્યામાં વાહનો ઉપરાંત પગપાળા પણ શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. પરંતુ કોરોના મહામારી ફરી એક વખત માથું ઉચકતા, લોકોના સુખાકારી માટે દ્વારકા જગતમંદિર દર્શનાર્થીઓ માટે ત્રણ દિવસ બંધ રાખવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં ફક્ત સુરક્ષાકર્મીઓ દષ્ટીમાન થઈ રહ્યા છે.

28મીએ ફૂલદોલોત્સવ ઉજવવામાં આવશે
દ્વારકા જીલ્લા કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડી તારીખ 27 28 29 સુધી ત્રણ દિવસ દ્વારકાધીશ મંદિર શ્રદ્ધાળુઓ દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમ છતાં પણ જુદા જુદા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દ્વારકા ખાતે શ્રદ્ધાળુઓ, પદયાત્રાળુઓ દર્શન કરવા ઉમટી પડ્યા હતા. તા.28ના રોજ બપોરના 2થી 3 કલાક દરમિયાન જગતમંદિર અંદર ફુલડોર ઉત્સવ ઉજવવામાં આવશે. આ ઉત્સવમાં ફક્ત વારાદાર પુજારી પરિવાર જ ભાગ લેશે.

અન્ય જગ્યાઓ ચાલુ રહેશે
જગતમંદિરની જગ્યા સાંકળી હોવાથી કોરોના સંક્રમણનો ભય રહે છે. જ્યારે સુદામાસેતુ અને શિવરાજપુર બીચ ખુલ્લી જગ્યા હોવાથી કોરોના સંક્રમણનો ભય રહેતો નથી. જેથી જગત મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે પણ સુદામાસેતુ તથા શિવરાજપુર બીચ પર જઈ શકાશે.

ડાકોરનું મંદિર પણ ત્રણ દિવસ બંધ
ડાકોરમાં ભગવાન રણછોડરાયજીના દર્શન માટે દર પૂનમે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતાં હોય છે. આશરે બેથી ત્રણ લાખ ભક્તો દર્શન કરવા આવે છે. પરંતુ આ વખતે કોરોના મહામારીના કારણે ત્રણ દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, સાથોસાથ હવે મંદિર ફરતે પતરાં પણ મારી દેવાશે. જેથી ટોળા એકત્ર ન થાય. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમ એટલે લોકોત્સવ ગણાય છે. આણંદ, અમદાવાદ, વડોદરાથી લાખોની સંખ્યામાં ભક્તો પગપાળા દર્શન કરવા ઉમટી પડે છે. પરંતુ હાલ કોરોના મહામારીના કારણે સ્થિતિ વણસી રહી છે. જેને કારણે ફાગણી પૂનમમાં ડાકોર મંદિર ત્રણ દિવસ બંધ રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો