તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોગ્ય સુવિધા:ઓખાના કોસ્ટગાર્ડ હેડક્વાર્ટર-15 ખાતે આઈસોલેશન વોર્ડનું લોકાર્પણ કરાયું

દ્વારકા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 8 બેડની સુવિધા ધરાવતા વોર્ડમાં તમામ મેડિકલ સેવાઓ ઉપલબ્ધ કરાઇ

દ્વારકાના ઓખામાં જિલ્લા કોસ્ટ ગાર્ડ હેડક્વાર્ટર-15 ખાતે કલેક્ટરના હસ્તે કમાન્ડર કોસ્ટગાર્ડ ડી.આઈ.જી. એમ.કે.શર્માની ઉપસ્થિતિમાં આઈસોલેસન વોર્ટ ઈન હોસ્પિટલ વીથ મેડિકલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વેળા સર્કલ લે. કમાન્ડર આયુષી અહુજાએ કોવિડ 19ના મહામારીના સમયે કર્મચારીઓ અને તેમના પરિવારને જરૂરી આરોગ્યની સુવિધાઓ મળી રહે અને સંક્રમિત થયેલા કર્મચારીઓ તથા તેના પરિવારના સભ્યોને યોગ્ય ઈમરજન્સી મેડિકલ સારવાર આપી શકાય તેવા હેતું થી જિલ્લા કોસ્ટગાર્ડ હેટક્વોટર ખાતે 8 બેડની સુવિધા ધરાવતા આઈસોલેશન વોર્ડ વીથ હોસ્પિટલને ઉભી કરવામાં આવી છે જેમાં ઈમરજન્સી જરૂરીયાતના સમયે 16 થી 20 જેટલા બેડ ઉભા કરી શકાશે તેમ જણાવ્યું હતું.

જેમાં ઓક્સીજન કન્સેન્ટર્સ અને ઓક્સીજન સિલિન્ડર, એસ.પી.ઓ. ટુ પ્રોબ્સ, બુલ નોઝ ફીટીંગ્સ, પીપીઈ કીટ અને માસ્ક સહિતની જરૂરી મેડીકલ સારવાર માટેની સાધન સામગ્રીની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. જિલ્લા કોસ્ટગાર્ડ હેડક્વાર્ટરના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...