જીર્ણોધ્ધાર:દ્વારકાના જગતમંદિરના સભાખંડ સહિતના કામોનું નિરીક્ષણ કર્યુ

દ્વારકા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા અનેકવિધ કામગીરી કરવામાં આવશે, ઉચ્ચ અધિકારીએ મુલાકાત લીધી
  • જગતમંદિર બંધના બપોરના ચોક્કસ સમયે હાથ ધરાશે સંરક્ષણ કામ

હાલારના સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાના જગતમંદિરની ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના રીઝનલ ડાયરેકટર નંદની ભટ્ટાચાર્ય સાહુ સાથે રાજકોટ વિભાગ આર્કોલોજીકલ સુપ્રિટેન્ડ અનિલ કુમાર, લોકલ ઓફિસર એસ. કે. શાહ સહિતની ટીમે મુલાકાત લીધી હતી.જગત મંદિરના જીણોદ્વાર કરવા માટે મંદિરનાં મધ્ય ભાગ (સભા મંડપ )નું સંરક્ષણ કાર્ય તેમજ લાડવા ડેરું સહિત જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં સંરક્ષણ કાર્ય વહેલી તકે શરૂ કરવા જાત નિરીક્ષણ કર્યું હતું.

આ સંરક્ષણ કાર્ય માટે જગત મંદિર બંધ ના સમયે એટલે કે એક વાગ્યા થી પાંચ વાગ્યા સુધી સંરક્ષણ કાર્ય સત્વરે હાથ ધરનાર હોવાનું જાણવા મળ્યું હતું. આ માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના અધિકારીઓ કમિટી સમક્ષ મીટીંગ યોજી વહેલી તકે જગત મંદિર નું જરૂરી સમારકામ હાથ ધરશે.ઉલ્લેખનિય છે કે, જગત મંદિરનાં અનેક ભાગો અને સભા મંડપમાં સંરક્ષણ કાર્ય કરવાની તાતી જરૂરિયાત લાંબા સમયથી હોવાનો મત અમુક જાણકારો સમયાંતરે દર્શાવી રહયા હતા. આ અંગે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...