નિંભર તંત્ર:ઓખાના સુરજકરાડીમાં દોઢ માસથી રોજીંદા વીજ ધાંધીયાથી લોકો ત્રસ્ત

સુરજકરાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરજકરાડી ગ્રેઈન મરચન્ટ એસો. દ્વારા રજૂઆત
  • વીજ પ્રશ્નો ન ઉકેલાય તો બંધના એલાન સહિત આંદોલનની ચીમકી

દેવભૂમિ જિલ્લાના સુરજકરાડીમાં છેલ્લા દોઢ માસથી રોજિંદા વીજ ધાંધિયાથી સ્થાનિકો ત્રસ્ત બન્યા છે. સુરજકરાડી મર્ચન્ટ એસોસિએશન દ્વારા અધિક્ષક ઇજનેર પીજીવીસીએલને કરાયેલી રજૂઆતમાં જણાવ્યા અનુસાર ઓખા પીજીવીસીએલ દ્વારા છેલ્લા દોઢ માસથી સુરજકરાડી ફીડર દરરોજ સરેરાશ બે ત્રણ કલાક બંધ કરવામાં આવે છે.વિજળી મામલે ફોન કરવાથી દર વખતે એક જ જવાબ મળે છે કે માણસ ઓનલાઈન ઉપર કામ કરતા હશે.

અમુક સમયે ફોન નો પણ રીપ્લાય થાય છે.સુરજકરાડી ગામે 11 કેવી લાઈનો અને ટી સીની બાજુમાં ગાડીંગ ન હોવાથી પશુધનનું પણ ભોગ લેવાયો છે.જયારે સ્થાનિક કચેરી પણ રેગ્યુલર ખુલતી ન હોવાથી લોકોને ધરમના ધક્કા થઈ રહ્યા છે.

વિજળીના રોજીંદા ધાંધીયાના કારણે સ્થાનિક વેપારીઓ અને રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.ખાસ કરી વેપારીઓને ભારે ધંધાકીય તકલીફો પડી રહી હોવાનો આક્રોશ રજુઆતમાં વ્યકત કરી જો પખવાડીયા સુધીમાં વિજ પ્રશ્નોનો ઉકેલ નહી આવે તો સુરજકરાડી બંધના એલાન સહિત ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલનની ચિમકી પણ અંતમાં ઉચ્ચારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...