તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભેદ ખૂલ્યો:કુરંગામાં અઘટિત માંગણીથી યુવકની હત્યા થયાનું ખૂલ્યું

દ્વારકા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દ્વારકાના કુરંગાની વાડી વિસ્તારમાં ત્રણેક દિવસ પૂર્વે ટોલનાકામાં કામ કરતા એક યુવાનની હત્યા નિપજાવાઈ હતી
 • દરિયાકાંઠા વિસ્તારમાથી પોલીસે આરોપીને દબોચી લીધો,લાકડી અને પથ્થરના ઘા ઝીંકી હત્યાની પૂછપરછમાં કેફિયત

દ્રારકાના કુરંગા સીમમાં ત્રણેક દિવસ પુર્વે યુવકનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીઘો છે. કુરંગા સીમમાં એક વાડીના શેઢા પાસેથી ગત તા.5ના રોજ વાલાભાઇ રાયમલભાઇ હાથીયા (ઉ.વ. 30)નો માથા,મોઢા અને શરીરે પ્રાણઘાતક ઘા ઝીંકી હત્યા નિપજાવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો જે બનાવમાં પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.

એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમોએ હત્યાના બનાવની સધન તપાસ શરૂ કરી શકમંદોને પુછપરછ કરી હતી જે દરમિયાન પોલીસને મૃતક સાથે કુરંગા માં રહેતો રામશી માલદેભાઇ નામનો શખ્સ હોવાના સગડ સાંપડયા હતા.જોકે,આ શખ્સ તેના ઝુંપડે મળી ન આવતા પોલીસે તેને સકંજામાં લેવા માટે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.જે દરમિયાન પોલીસને શકમંદ રામશી સીમ પંથકના દરીયાકાંઠાવિસ્તારમાંથી મળી આવ્યો હતો.જેને પોલીસે યુકિત પ્રયુકિતથી આગવી ઢબે પુછપરછ કરતા તેણે પુછપરછમાં ભાંગી પડી લાકડી અને પથ્થરના ઘા ઝીંકી હત્યા નિપજાવ્યાની પોલીસ સમક્ષ કેફિયત ઉચ્ચારી હતી.

પોલીસ પુછપરછમાં મૃતક અને આરોપી સાથે બેસી વાતચિતો કરી રહયા હતા જે વેળાએ બંને વચ્ચે ઉશ્કેરણીજનક બોલાચાલી સાથે ગાળાગાળી થતા મૃતકે આરોપી પાસે અઘટિત માંગણી કરી હોવાનુ સામે આવ્યુ હતુ જેથી આરોપીએ મનમાં લાગી આવતા ક્રોધિત થતા બદલો લેવાની દાનતથી લાકડી અને પથ્થરના ઘા ઝીંકી કૃત્યની પોલીસ પુછપરછમાં કબુલાત આપી હતી.આ ગુનામાં લાકડી પણ કબજે કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો