ખંભાળિયામાં ભુલી પડેલી ત્રણ વર્ષની માસુમ બાળા રડતી હાલતમાં મળી આવતા ટ્રાફિક પોલીસ કર્મી અને ટીઆરબી જવાનોએ તેને સહિ સલામત વાલીના હાથમાં સોંપી હતી જે વેળા પરીવારની આંખોમાં હર્ષાશુ છવાયા હતા.ટ્રાફિક શાખાના પીએસઆઈ એન.ડી. કલોતરાની સૂચના મુજબ ટ્રાફિક શાખાના એએસઆઈ વિજયદાન લાંગા તથા હેડ કોન્સ. સૂર્યદાનભાઈ સંધિયા તથા ટીઆરબી જવાન લગધીરસિંહ જાડેજા તથા હારૂનભાઈ વાઘેર ગત તા. 27ના ચાર રસ્તા ખાતે ટ્રાફિક કામગીરીમાં હતા ત્યારે કામગીરી દરમ્યાન આશરે ત્રણ વર્ષની બાળા એકલી જ રડતી રડતી દોડતી જોવામાં આવી હતી.
તેની પાસે જઈ તેને પૂછતાં રડવા લાગતા તેણીને પાણી, નાસ્તો આપી શાંત કરી પૂછતાં તેણે જણાવેલ કે ખંભાળીયા મારા મમ્મી-પપ્પા પાસે જવું છે. તેવું કાલીઘેલી ભાષામાં જણાવતી હતી. આથી પોલીસે બાળા જે દિશા તરફથી દોડતી આવેલી તે આસપાસના વિસ્તારમાં અલગ અલગ ટિમ બનાવી વાલીની શોધખોળ શરૂ કરી હતી જે દરમ્યાન નવાનાકા પાસે રહેતા રવિભાઈ ડોરૂની દીકરી હોવાનું માલુમ પડતા તેને તાત્કાલિક બોલાવી ખરાઈ કરી તેની બાળકીને સોંપી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.