તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રિવેણી કાર્યક્રમ:દ્વારકામાં ગુગળી જ્ઞાતિ સમસ્ત 505ના 51માં સમૂહલગ્ન વસંત પંચમીનાં ધામધૂમપૂર્વક સંપન્ન

દ્વારકા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 19 નવદંપતિના સમૂહ લગ્ન, 38 બટુકોની યજ્ઞોપવિત, 18 બાળકોના ચોલ સંસ્કાર

રૂક્ષ્મણી માતાના લગ્ન ભગવાન કૃષ્ણ સાથે થયા અને લગ્ન વિધિથી જોડાયા હતા ત્યારે ભગવાન દ્વારકાધિશ રાજા અને રૂક્ષ્મણી માતાએ જેવા લગ્ન કર્યા તેવા જ લગ્નની પરંપરા દ્વારકાના ગુગળી સમાજે અવીરત રાખી છે. જેમા ગુગળી બ્રાહ્મણના યુવાન વરરાજા ઠાઠમાઠમાં ભગવાન રાજાધિરાજના શ્રૃંગાર સાથે અને કન્યા રૂક્ષમણીના સ્વરૂપમાં જોવા મળે છે. સમુહ લગ્ન સરકારની ગાઇડલાઇન મુજબ કરાયા હતા. એકંદરે એક મંડપમાં એક લગ્ન યોજાતા હોય છે, જ્યારે એક લગ્ન ત્રણ મંડપમાં યોજાયા હતા. લગભગ બે એકર જેટલી જગ્યા પર વિશાળ મંડપ સમીયાણું બાંધી કાર્યક્રમ કરાયો હતો.

સમુહ લગ્ન પહેલા આ જ્ઞાતિ દ્વારા સમુહ વરધોડો કાઢવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાને ધ્યાને લેતા વરધોડો રદ્દ કરાયો હતો. આ કાર્યક્રમમાં 19 નવદંપતિના સમૂહ લગ્ન, 38 બટુકોની યજ્ઞોપવિત અને 18 બાળકોના ચોલ સંસ્કારનો ત્રિવેણી કાર્યક્રમ યોજાયો હતો. તથા બીજા દિવસે સમુહ પ્રસાદનો કાર્યક્રમ રખાયો હતો. આ સમુહ લગ્નમાં દ્વારકા જગત મંદિર ડીવાયએસપી સમીર સારડા દ્વારા દરેક નવવધૂને આશીર્વાદ સાથે ભેટ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો