તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિતરણ:દ્વારકામાં 913 દિવ્યાંગોને 94.85 લાખના સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરાયું

દ્વારકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દ્વારકા શારદાપીઠ કોલેજમાં સામાજિક ન્યાય અને અધિકારી વિભાગ દ્વારા ભારત સરકારની એડીઆઈપી યોજના હેઠળ દ્વારકા તાલુકાના જરૂરીયાતમંદ દિવ્યાંગોને વિનામૂલ્યે સાધન સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ 913 જરૂરીયાતમંદ દિવ્યાંગ લાભાર્થીઓને રૂ.94.85 લાખના વિવિધ સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું.

દ્વારકા તાલુકાના 168 જરૂરીયાતમંદ દિવ્યાંગ લાભાર્થીઓને બેટરી સંચાલિત ટ્રાયસિકલ, વ્હીલચેર, બ્રેલકિટ, સ્માર્ટ મોબાઈલ ફોન અને શ્રવણયંત્ર વોકર સ્ટિક જેવા 224 સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે કાર્યક્રમમાં સાંસદ સભ્ય તેમજ અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...