તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વોરિયર્સ:દ્વારકા જિલ્લામાં 145 પોલીસ જવાનોએ આપી કોરોનાને મ્હાત

દ્વારકા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • SRP, GRD, HGના જવાનો થયા હતા સંક્રમિત, 4 જવાનો હોમ આઈસોલેટેડ, 166 જવાનોએ કોરોનાને હરાવ્યો

દ્વારકા જિલ્લામાં કોરોના વોરીયર્સ તરીકે ફજબ બજાવતા 145 પોલીસ તથા એસઆરપીના 5,એસઆરડી-જીઆરડીના 13 ,હોમગાર્ડ અને ટીઆરબીના 3 જવાન મળી જિલ્લામાં કુલ 171 જવાનો કોરોના વાયરસ કોવિડથી સંક્રમિત થયા હતા.જે પૈકી 166 જવાનોએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે.જયારે ચાર જવાન હોમ આઇશોલેટ થયાનુ સુત્રોએ જણાવ્યુ હતુ.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોનું આરોગ્ય સારૂ જળવાઈ રહે, કોરોના વાયરસ કોવિડના સંક્રમણને ફેલાતું અટકાવી શકાય માટે કોરોના વોરીયર્સ તરીકે પોલીસ સહિત સુરક્ષા જવાનો ફરજ બજાવી રહયા છે.જે દરમિયાન 145 પોલીસ તથા એસઆરપીના 5,એસઆરડી-જીઆરડીના 13,હોમ ગાર્ડઝ અને ટીઆરબીના 3-3 જવાન મળી જિલ્લામાં કુલ 171 જવાનો કોરોના વાયરસ કોવિડથી સંક્રમિત થયા હતા. જે પૈકી 166 જવાનોએ કોરોનાને મ્હાત આપી રીકવરી સાથે સ્વસ્થ થયા છે.જયારે ચાર પોલીસ જવાનો હોમ આઇશોલેશનમાં રહયા છે.

144 જવાનોએ લીધો રસીનો બીજો ડોઝ
19 પોલીસ જવાન તથા એસ.આર.પી અને હોમગાર્ડના 1-1 જવાનોએ કોરોના સામે રક્ષણ આપતી રસીનો પ્રથમ ડોઝ, બાકીના 144 જવાનોએ બીજો ડોઝ લઈ રક્ષિત બન્યા હોવાનુ સુત્રોએજણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...