કોરોનાનું બિહામણું પુનરાગમન:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 24 કલાકમાં જ કોરોનાના કેસ ચાર ગણા થયા, વધુ 17 સંક્રમિત

દ્વારકા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દ્વારકા તાલુકામાં જ વધુ 15 અને ભાણવડમાં નવા બે પોઝિટિવ નોંધાયા
  • 4 દિવસમાં જ 27 કેસ નોંધાયા, આરોગ્ય તંત્ર ઉંધા માથે, સ્થાનિક લોકોમાં ફફડાટ

દ્વારકા જિલ્લામાં કોરોનાના પુનરાગમન બાદ સતત ચોથા દિવસે પણ બ્લાસટ થતા 24 કલાકમાં જ કેસો ચાર ગણા વધી જતા વધુ 17 પોઝીટીવ કેસ નોંધાયા છે.આમ,છેલ્લા ચાર દિવસમાં જ 27 કેસના પગલે આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. બીજી બાજુ લોકોમાં પણ ભય સાથે ફફડાટનો માહોલ છવાયો હતો. દ્વારકામાં જાન્યુઆરી માસના પ્રારંભ સાથે કોરોનાએ ફરી માથુ ઉંચકયુ છે.

જેમાં મંગળવારે ચાર પોઝીટીવ કેસ બાદ બુધવારે કેસ ચાર ગણા વધી જતા વધુ 17 સંક્રમિત નોંધાયા હતા, માત્ર દ્વારકા પંથકમાં જ 15 કેસ સામે આવતા આરોગ્ય તંત્ર પણ ઉંધા માથે થયુ હતુ.ભાણવડ પંથકમાં પણ બે પોઝીટીવ કેસ સામે આવ્યા હતા. દેવભૂમિમાં નવા વર્ષના પ્રારંભિક તબકકામાં જ કોરોનાના કેસ નોંધપાત્ર સંખ્યામાં સામે આવતા સ્થાનિક લોકોમાં પણ ભય સાથે ફફડાટનો માહોલ છવાયો હતો. યાત્રાધામમાં દૂરથી આવતા અમૂક પ્રવાસીઓ પણ કોવિડ ગાઈડલાઈનનો ઉલાળિયો કરતા હોય, જેની સામે તંત્રએ કડક કાર્યવાહી કરવી જોઈએ એવી લોકમાંગ ઉઠી છે.

દ્વારકા પાલિકાના પૂર્વ પ્રમુખ અને એક છાત્રા પણ ઝપટે ચડયા
દેવભૂમિ દ્વારકામાં કોરોના બ્લાસ્ટ થતા બુધવારે વધુ 17 સંક્રમિત નોંધાયા હતા.જે દરમિયાન દ્વારકા પાલિકાના પુર્વ પ્રમુખ પણ પોઝીટીવ જાહેર થયા હોવાનુ બહાર આવ્યુ છે.જયારે વરવાળા પંથકની એક ખાનગી શાળાની વિધાર્થીની પણ અગાઉ પોઝીટીવ જાહેર થતા ત્રણ દિવસ શાળામાં ઓફલાઇનના બદલે ઓનલાઇન શિક્ષણ સહિતની કાર્યવાહી હાથ ધરાયાનુ જાણવા મળ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...