તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દોડધામ:ભાણવડમાં કરોડોની કિંમતની જમીન પર ખડકાયેલા દબાણો દૂર કરાયા

દ્વારકા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 72 દુકાન તોડી 37 હજાર ચોરસ ફૂટ જગ્યા ખૂલ્લી કરાવાઈ

ભાણવડમાં વહીવટી તંત્રએ પોલીસ બંદોબસ્ત વચ્ચે મેગા ડીમોલીશન હાથ ધરી સેવાસદન સામે જકાતનાકાથી પાણીના ટાંકા સુધીના પાલિકાના વિસ્તારમાં આશરે 72 જેટલી ગેરકાયદે દુકાનો અને કોમ્પલેક્ષનું બાંધકામ દુર કર્યુ હતુ જેમાં કરોડોની કિંમતની 37 હજાર ચો. ફુટ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

ભાણવડમાં બુધવારે સવારે પ્રાંત અધિકારી ડી.આર.ગુરવ, ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી,મામલતદાર તથા ચીફ ઓફિસર ઇન્ચાર્જ એ.જે.વ્યાસ દ્વારા સેવા સદન સામે જકાતનાકાથી પાણીના ટાંકા સુધીમાં ગેરકાયદે દબાણ દુર કરવા મેગા ડીમોલેશન હાથ ધર્યુ હતુ જેમાં જેસીબી, હિટાચી તથા અન્ય અર્થ મુવિંગ મશીનરી સાથે ઓપરેશન શરૂ કરી હતી.આ ડેમોલિશનમાં 70 જેટલી દુકાનો સાથે બે કોમર્શિયલ સેન્ટરોનું દબાણ દૂર કરાયુ હતું જે જમીનની કિંમત હાલ લગભગ દશથી પંદર કરોડ જેટલી અંદાઝમાં આવી રહી છે. આ મામલે અગાઉ સંબંધિતોને નોટીશો અાપવામાં આવી હતી. આ તમામને અગાઉ નોટિસો આપી દેવાઈ હતી. જેથી આજે સવારથી ડિમોલિશન શરૂ કરતા લોકોના ટોળા જોવા ઉમટ્યા હતા. જોકે દબાણકારોને જાણ થતાં તેમણે રાત્રે જ તેમની દુકાનોના શટર, દરવાજા, બારી, ઇલે.મિટર વિગેરે વસ્તુ ઉતારી લીધા હતા. ભાણવડના ઇતિહાસમાં અત્યાર સુધીનું આ મોટું ઓપરેશન છે. જેમાં કરોડોની જમીન ખુલી કરવામાં આવી હતી.આ દબાણ હટાવ ઝુંબેશ વેળાએ પાલિકા સ્ટાફ, પ્રાંત અધિકારી સ્ટાફ, સીટી સર્વેના અધિકારી તેમજ પોલીસ અધિકારીઓ હાજર રહયા હતા.ભાણવડમાં મેગા ડીમોલીશને જિલ્લાભરમાં ભારે ચર્ચા જગાવી હતી.

અગાઉ 8થી 10 કરોડની જગ્યા ખૂલ્લી કરાઈ’તી
ભાણવડ ખાતે તાલુકા સેવા સદનની સામે દબાણો હટાવવા અગાઉ પણ ખંભાળીયા પ્રાંત અધિકારી ડી.આર ગુરવ દ્વારા મેગા ઓપરેશન કરીને 8થી 10 કરોડની જગ્યામાં ખડકાયેલા દબાણોને હટાવાયું હતું.ત્યાર બાદ કોરોના કાળમાં મંદ કામગીરી થતા બાકી રહી ગયેલા દબાણકારો થોડો સમય ગેલમાં આવી ગયા હતા,જયાં આજે તંત્રે ફરી બુલડોઝરને ફેરવી દિધુ હતુ.

અન્ય સમાચારો પણ છે...