તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેતમાફિયાઓમાં ફફડાટ:બેટ દ્વારકામાં રેતીનું ગેરકાયદે ખનન પકડાયું

દ્વારકા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરિયાઈ રેતીના અનઅધિકૃત ખનન પર સ્થાનિક પોલીસની ધોંસ

સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા પંથકના બેટ દ્વારકામાં હનુમાન દાંડી રોડ પર પોલીસે દરીયાઇ રેતીનુ ગેરકાયદે ખનન કરી ત્રણ ટન રેતી ભરેલા એક ટ્રેકટરને પકડી પાડયુ હતુ જે મામલે ખાણ ખનિજ વિભાગને પોલીસે જાણ કરી છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર ઓખા મરીન પોલીસે નાઇટ પેટ્રોલિંગ વેળાએ બેટ દ્વારકાના હનુમાન દાંડી રોડ પર ગેરકાયદેસર રીતે દરિયાઈ રેતીનું ખનન કરતું ટ્રેક્ટર પકડી પાડીને ડિટેઇન કરવામાં આવ્યું હતું.બેટ દ્રારકા પંથકમાં રેતીનુ અનઅધિકૃત ખનન થતુ હોવાની ફરીયાદો ઉઠતા પોલીસે સધન પેટ્રોલિંગ હાથ ધર્યુ હતુ જે દરમિયાન ઓખા મરીન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઇ ડાંગરની સૂચનાથી બેટ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનના સુરેશભાઈ ગઢવી, સુનિલભાઈ વાઘા સહિતની ટીમ દ્રારા પેટ્રોલિંગ હાથ ધરાયુ હતુ.જે દરમિયાન બાતમીના આધારે વોચ ગોઠવીને પોલીસે હનુમાન દાંડી રોડ પર સુલતાન પાંજરી નામના શખ્સને ૩ ટન રેતી ભરેલા ટ્રેકટર સાથે ઝડપી લીધો હતો.

સ્થાનિક પોલીસે દ્વારા આ મામલા અંગે ખાણ ખનીજ વિભાગને પણ જાણ કરવામાં આવી છે.બીજી બાજુ રેતીના ગેરકાયદે ખનન મામલે પોલીસની આ કાર્યવાહીના પગલે રેતી માફિયાઓ ફફડાટ ફેલાયો હતો.

દરીયાઇ રેતી ભરેલુ વાહન ઝડપાયા બાદ ઉકત મામલે સંબંધિત વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ ટ્રેકટરને છોડાવવા માટે રાજકીય અગ્રણીઓ સહિતના મોટા માથાઓએ ભલામણ માટે ટેલીફોનની ઘંટડીઓ સતત રણકાવી હતી, પરંતુ તેમની કોઇ કારી ફાવી ન હતી.

અન્ય સમાચારો પણ છે...