આદેશ:મે મહિનાથી દરિયો તોફાની થતો હોય હાલારમાંં 31 જુલાઈ સુધી માછીમારી પર પ્રતિબંધ લદાયો

ખંભાળિયા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જામનગર અને દ્વારકા જિલ્લામાં માછીમારોને દરિયો ન ખેડવા જાહેરનામું

મે મહીનાથી દરિયો તોફાની થતો હોય, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 31 જુલાઇ સુધી માછીમારી પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જાહેરનામું બહાર પાડયું છે. જે મુજબ સમુદ્રમાં અને ક્રીક વિસ્તારમાં માછીમારો અને બોટની અવરજવરની મનાઇ ફરમાવામાં આવી છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના જુદા જુદા બંદરોથી માછીમારી માટે માછીમારો સમુદ્રમાં જાય છે. સમુદ્રમાં ગયા પછી વાવાઝોડા, વરસાદ કે હવામાન અંગેની અન્‍ય આગાહીઓ સબંધે આવા સમુદ્રમાં રહેલ માછીમારોને ચેતવણી પહોંચાડવી શકય હોતી નથી. દર વર્ષે મે માસથી દરીયો તોફાની થઇ જાય છે.

માછીમારોને મે માસથી સમુદ્રમાં જવા માટે પરવાનગી આપવામાં આવતી નથી
માછીમારો માટે મે માસથી સમુદ્રમાં માછીમારી માટે જવું  જોખમયુકત હોય છે. મત્‍સયોદ્યોગ ખાતું તથા પોર્ટ ઓફીસર દ્વારા માછીમારોને મે માસથી સમુદ્રમાં જવા માટે પરવાનગી આપવામાં આવતી નથી. આમ છતાં અનઅધિકૃત રીતે કોઇ માછીમાર માછીમારી માટે સમુદ્રમાં  જાય અને વાવાઝોડા, વરસાદ કે ભારે પવનના કારણે સમુદ્ર તોફાની બને તો તે સ્થિતિમાં માછીમારોના જીવનું જોખમ ઉભું થાય  છે. આથી બન્ને જિલ્લામાં અધિક જિલ્લા મેજીસ્‍ટે જાહેરનામુ પ્રસિદ્ધ કરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર વિસ્‍તારના દરીયા કાઠેથી કે ક્રિક એરીયામાં કોઇપણ માછીમારોએ કે અન્‍ય કોઇ વ્‍યક્તિઓ તથા બોટને તા.1 મે થી 31 જુલાઇ સુધી  માછીમારી માટે કે અન્‍ય કોઇ હેતુસર સમુદ્રમાં કે ક્રિક એરીયામાં અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

વ્યાપારીક જહાજો, સંરક્ષણ દળો, જીએમબીની બોટને જાહેરનામામાંથી મુક્તિ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માછીમારી પર પ્રતિબંધ લાદતું જાહેરનામું અમલી બન્યું છે ત્યારે આ જાહેરનામું પોર્ટ ઉપર આવતા વ્યાપારીક જહાજોને, લશ્‍કરી દળો, અર્ધ લશ્‍કરી દળો, ગુજરાત મેરીટાઇમ બોર્ડની બોટો, અજાડ ટાપુ તથા ઓખાથી બેટ દ્વારકા વચ્‍ચે અવર-જવર માટે સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત કરેલી પેસેન્‍જર બોટોને, નોન મોટરરાઇઝડ ક્રાફટ 
તથા પગડીયા માછીમારને લાગુ પડશે નહીં.

અન્ય સમાચારો પણ છે...