ચિત્રો પ્રકાશિત થયાં:ધો.7થી અભ્યાસ છૂટ્યો, ચિત્ર કળાએ દ્વારકા જગતમંદિર સુધી પહોંચાડ્યા

દ્વારકા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અરવિંદભાઈએ અત્યાર સુધીમાં 800થી વધુ ચિત્રો બનાવ્યા છે

કલ્યાણપુરના કેનેડી ગામે રહેતા ધો.7 પાસ યુવાને અત્યાર સુધી 800થી વધુ ચિત્રો બનાવ્યા છે. તેમના ચિત્રો દ્વારકાધીશ મંદિર તેમજ અનેક જગ્યાએ સુશોભિત થયા છે. 14 દેશોની કૃતિઓમાં પણ તેમના ચિત્રોનો સમાવેશ થયો છે. કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામમાં અરવિંદભાઈ દેવરાજભાઈ ખાણધર રહે છે. અરવિંદભાઈના ઘરનો વ્યવસાય ખેતી. અરવિંદભાઈના કેસમાં પણ એવું જ4 તેમને નાનપણથી જ ચિત્રકલામાં ખૂબ જ રસ. સાતમા ધોરણમાં હતા એ વખતે નાના-મોટા ઘણાં ચિત્રો બનાવ્યા કરે. અરવિંદભાઈ ઘરમાં એકમાત્ર દિકરા, તેમનાથી મોટી 3 મોટી બહેનો હતી.

ત્રણેય બહેનો સાસરે ગયા પછી ખેતીની જવાબદારી અરવિંદભાઈ ઉપર આવી પડી. અત્યાર સુધીમાં અરવિંદભાઈએ 800થી વધારે ચિત્રો બનાવ્યાં છે. અનેક વ્યક્તિ, મહાનુભાવોના ચિત્રો ઉપરાંત રાજ્યો અને દેશના નકશા અને સંસ્થાઓના લોગો પણ અરવિંદભાઈએ બનાવ્યા છે.

ઝાંસી ખાતે યોજાયેલી મણિકર્ણિકા આર્ટ ગેલેરીમાં યોજાયેલ એક્ઝિબિશનમાં ૧૪ દેશના 181 કલાકારોની કૃતિઓમાં અરવિંદભાઈની ૨ કૃતિનો પણ સમાવેશ થયો છે. ઓઇલ પેઇન્ટ, પ્લાસ્ટિક પેઇન્ટ ઉપરાંત પેન્સિલ વર્ક થી પણ ચિત્રો બનાવવામાં માહેર એવા અરવિંદભાઈની કેટલીય કૃતિઓ વિવિધ અખબારો અને પ્રકાશનોમાં પણ ચમકી ચૂકી છે. ગુજરાત સરકારે 2021ની દિવાળી સમયે માહિતી ખાતાનો જે દિપોત્સવી અંક બહાર પાડ્યો તેમાં પણ અરવિંદભાઈના ચિત્રો પ્રકાશિત થયાં છે.

અન્ય સમાચારો પણ છે...