ગુરૂપૂર્ણિમા:શારદાપીઠમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ

દ્વારકા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાદુકા પુજ, જગતમંદિરમાં ધ્વજારોહણ સહિતના કાર્યક્રમ યોજાયા

યાત્રાધામ દ્વારકામાં આવેલા જગતગુરુ શંકરાચાર્ય મહારાજના શારદાપીઠમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે પૂજ્ય શંકરાચાર્યજી મહારાજના પાદુકા પૂજન અને ભગવાન દ્વારકાધીશના શીખર ઉપર ધ્વજા આરોહણ કરવામાં આવી હતી.ઉત્સવ નિમિત્તે શંકરાચાર્યજી મહારાજના શિષ્ય નારાયણ મહારાજ દ્વારા લોકોને આશીર્વાદ અને આશીર્વચન આપવામાં આવ્યા હતા. શારદામઠમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.

ગુરૂપુર્ણીમાના શુભ દિવસે દ્વારકા શારદામઠ ખાતે શંકરાચાર્યજીની પાદુકાનું પૂજન કરવામાં આવ્યુ હતું તથા ભગવાન દ્વારકાધીશના શીખર પર ધ્વજારોહણ કરવામાં આવી હતી.બ્રહ્મચારી નારાયણસ્વામીએ ભક્તોને આશીવર્ચન પાઠવ્યા હતા.યાત્રાધામ દેવભૂમિ દ્વારકાના દ્વારકાધીશ જગતમંદિરની બાજુમાં આવેલ શારદાપીઠના પટાંગણમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી સોશિયલ ડિસ્ટન્સ રાખી કરવામાં આવી હતી.સ્વામી નારાયણનંદજી મહારાજ દ્વારા વ્યાસ પૂજન કરીને ચાતુર્માસ વ્રત અનુષ્ઠાનનું સંકલ્પ કરીને સૌ કોઈ ભાવિકોને આશીર્વાદ આપ્યા હતા.વિધિવત પૂજનમાં સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને ભાવિકોએ દર્શન કર્યા હતા.ગુરુજનો અને ભાવિકોએ વિશ્વ શાંતિ અને વિશ્વ કોરોનાની સામેની લડતમાં જીતની પ્રાર્થના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...