તાલીમ:દ્વારકા રેલવે સ્ટેશન પર હવે જર્મન શેફર્ડ ડોગ માદક-વિસ્ફોટક પદાર્થ સૂંઘી લેશે, ડોગને 32 સપ્તાહ સુધી પ્રશિક્ષકો દ્વારા તાલીમ અપાઇ

દ્વારકાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા જગતમંદિર તેમજ દરિયાઇ વિસ્તાર સંવેદનશીલ વિસ્તાર હોવાથી સુરક્ષા એજન્સીઓ સર્તક રહી ચેકિગ હાથ ધરતી હોય છે.રેલવે સ્ટેશન પર પોલીસ દ્વારા સઘન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે.ત્યારે હવે પોલીસ સાથે દ્વારકા રેલવે સ્ટેશન પર જર્મન શેફર્ડ ડોગથી ચેકિંગ કરવામાં આવશે.આ ડોગ માદક અને વિસ્ફોટર પદાર્થને તુરત જ શોધી કાઢે છે.દ્વારકા રેલવે સ્ટેશન પર જે જર્મન ડોગથી યાત્રીકોનું ચેકીંગ હાથ ધરવામાં આવનાર છે.

તે ડોગને દક્ષીણ રેલવેના પોડાનુર ઝોનલ ટ્રેનીંગ સેન્ટરમાં 32 સપ્તાહ સુધી ટ્રેનીંગ આપવામાં આવી હતી.આ જર્મન શેફર્ડ ડોગ ચેકિંગ દરમિયાન માદક અને વિસ્ફોટક પદાર્થોને તુરંત જ શોધી કાઢે છે.જેની મદદ વડે પોલીસને પણ ચેકિંગમાં સરળતા રહેશે.હાલ રાજકોટ રેલવે ડિવિઝન પાસે હોવાનું જાણવા મળે છે.જે દ્વારકા રેલવે સ્ટેશન પર ચેકિંગ માટે ફાળવવામાં આવતા ડોગ વડે ચેકિંગ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...