દ્વારકા-કલ્યાણપુરની જીવાદોરી સમાન:‘સાની ડેમનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજુઆત કરાઈ

દ્વારકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાની ડેમના સ્થળની કલ્યાણપુરના આગેવાનો સાથે પૂર્વ ધારાસભ્યએ મુલાકાત લીધી’તી: મજબૂત કામ માટે સૂચન

દ્રારકા અને કલ્યાણપુર તાલુકાનાં જીવાદોરી સમાન સાની ડેમનું રિપેરીંગ કામ તાત્કાલીક પૂણૅ થાય માટે પૂવૅ ધારાસભ્ય પબુભા માણેકે મુખ્યમંત્રીને રજુઆત કરી છે. કલ્યાણપુર તાલુકાનાં આગેવાનોને સાથે રાખી તેમણે સાની ડેમની મુલાકાત લીધી હતી.સાની ડેમ બન્ને તાલુકાને પીવાનું પાણી પુરૂ પાડતો આ વિસ્તારનો એક માત્ર મોટો ડેમ છે, જો ચોમાસા પહેલા આ રિપેરીંગ થાય તો વરસાદી પાણી સંગ્રહ થઈ શકે.ત્રણ વષૅથી તુટેલા ડેમનું કામ ધીમી ગતિએ ચાલે છે તેને ઝડપથી પૂણૅ કરાવવા અનુરોધ રજુઆતમાં અનુરોધ કરાયો છે.

કલ્યાણપુર અને દ્વારકા એમ બંને તાલુકાની જીવાદોરી સમાન સાનીડેમ આવેલ છે.જે ડેમ નું પાણી બંને તાલુકાના લોકોને પીવા ખેતીમાં ડેમના પાણીનો ઉપયોગ થાય છે ત્યારે બંને તાલુકા માટે ડેમની મહત્તા ખૂબ જ છે. છેલ્લા ત્રણ વર્ષથી આ ડેમ તૂટી ગયેલી હાલતમાં હોય વરસાદી પાણીનો સંગ્રહ થઇ શકતો નથી વળી આ બંને તાલુકામાં કોઈ મોટો ડેમ આવેલ નથી જેથી કરીને બંને તાલુકાની પ્રજાને પીવાનું પાણી બહારથી લઇ આવવામાં આવે છે. વળી આ બંને તાલુકામાં જળ તળ પણ બહુ સારા ન હોવાથી સાની ડેમના પાણી નો મહત્વ ખુબ જ છે.

ત્રણ વર્ષથી તૂટેલા આ ડેમનું રિપેરિંગ કાર્ય તો ચાલુ છે પરંતુ કામની ગતિ ખૂબ ધીમી હોય અને તાલુકાની પ્રજાએ ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆત કરી હોય ત્યારે પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકએ કલ્યાણપુર તાલુકાના રાજકીય આગેવાનોને સાથે રાખીને સાની ડેમની મુલાકાત લીધી હતી.આ અંગે લોકોપયોગી ડેમનું રીપેરીંગ કામ ઝડપથી કરવામાં આવે તે માટે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર દ્વારા રજુઆત કરાઈ છે. ચોમાસા પહેલા સાની ડેમનું રિપેરિંગ કાર્ય પૂર્ણ કરવામાં આવે તો વરસાદી પાણીનો સંગ્રહ થઇ શકે જેથી લોકોનો પાણીપ્રશ્ન અને ખેડૂતોને સિંચાઈ નો પ્રશ્ન પૂર્ણ થઈ શકે.

આર્કોલોજી વિભાગે લીધી હતી મુલાકાત
કામના સ્થળની અગાઉ મુલાકાત બાદ ગત માર્ચના અંતિમ સપ્તાહમાં આર્કોલોજીની ટીમે પણ ડેમ સાઇટની મુલાકાત લીઘી હતી જેના સુચનને અનુસરી સરકારી વિભાગ દ્વારા જંકશનના નવા કામ સહિતની બાબતોને પણ આવરી કામગીરી તાકિદે પુર્ણ થાય એ માટે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...