તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંભવિત વાવાઝોડા સામે તંત્ર સજ્જ:દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી માછીમારી માટે ગયેલી બોટોને યુદ્ધના ધોરણે પરત બોલાવાઈ

દ્વારકા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ તૈયારી મુદ્દે વીડિયો કોન્ફરન્સ યોજાઈ
  • તંત્ર દ્વારા તાકીદ કરાઈ: જિલ્લાની દરિયામાં રહેલી 870 જેટલી બોટો રાત્રિ સુધીમાં પરત આવી જશે

દ્વારકામાં આગામી દિવસોમાં સંભવિત વાવાઝોડાની પુર્વ તૈયારી અંગે કલેકટરના અધ્યક્ષ સ્થાને ગુગલમીટ દ્વારા વિડીયો કોન્ફરન્સ યોજાઇ હતી.જેમાં આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં ડિપ્રેશન રહેવાની સંભાવના અનુસંધાને સલામતી સહિતના તમામ જરૂરી પગલાં લેવા માટે વિગતવાર સમજણ અપાઇ હતી.જિલ્લાની દરીયામાં રહેલી અંદાઝે 870 બોટો પર રાત્રી સુધી પરત આવી જવા જાણ કરી દેવાઇ છે.

જિલ્લાના તમામ અધિકારી કર્મચારીઓએ હેડક્વાર્ટરમાં હાજર રહેવા આદેશ અપાયો હતો. જે તે તાલુકાની આજે જ મુલાકાત લઇ સ્થાનિક વહીવટી તંત્રની સાથે પરામર્શ કરી અને સલામતીના પગલાં લેવાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જણાવવામાં આવ્યું હતું. જ્યા જ્યા આશ્રયસ્થાનો નક્કી કરાયા છે, તેમાં કોવિડ ગાઇડ લાઇન ચુસ્તપણે પાલન થાય તે માટે પણ જરૂરી સુચના અપાઇ હતી.

આ આશ્રયસ્થાનો પર પોલીસ,જરૂરી દવાઓ ઉપલબ્ધ થાય, તેમજ જરૂરી ચીજવસ્તુની પણ વ્યવસ્થા થાય તે અંગેનું આયોજન ગોઠવવામાં આવી રહ્યું છે. સાથોસાથ જે લોકો આશ્રયસ્થાન પર રહે તેમના માટે ફૂડ પેકેટ, પીવાના પાણી, લાઈટની વગેરે પણ વ્યવસ્થાનું આયોજન કરી દેવામાં આવે તેવા આદેશ આપવામાં આવ્યા હતા.

વાવાઝોડા બાબતે જે કોઈ પરિસ્થિતિ થશે તેની જાણ વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના નાગરિકોને થાય એવી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. લાયઝન અધિકારીએ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીના સંકલનમાં રહી નિચાણવાળા વિસ્તાર તેમજ વાવાઝોડાથી સંભવિત અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવા જણાવ્યું હતું.મોટા હોર્ડિંગ્સ તેમજ રસ્તા પર ઝાડની નડતરરૂપ ડાળીઓ દુર કરવા લગત વિભાગને સુચના આપવામાં આવી હતી. વિજ પુરવઠો સતત જળવાય રહે તે માટેનું આયોજન તથા મેઇનટેનન્સ માટેના મટીરીયલનો જરૂરી જથ્થો ઉપલબ્‍ધ રાખવા પીજીવીસીએલને સુચના આપી હતી.

માછીમારો દરીયામાં ન જાય અને દરીયામાં ગયેલ માછીમારો તાત્‍કાલીક પાછા આવી જાય તેવી સુચના આપવા ફીશરીઝ ઓફીસરને જણાવવામાં આવ્‍યું હતું. બચાવ અને રાહત કામગીરી માટેની ટીમો બનાવવા તથા શોધ અને બચાવની કામગીરી કરવા માટે આવનાર ટીમના સભ્યોને પી.પી.ઇ. કીટ ઉપલબ્‍ધ કરાવવા બાબતે સુચના આપવામાં આવી હતી. દરીયા કિનારાથી પાંચ કી.મી.ની ત્રિજયામાં રહેલા ગામોની યાદી તૈયાર કરવા અને દરીયા કિનારા નજીકના વિસ્તારો માટે ચેતવણીની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, જિલ્લા પોલીસ એસપી સુનિલ જોશી, નિવાસી અધિક કલેકટર જાની, કાર્યપાલક ઇજનેરઓ, પ્રાંત અધિકારીઓ, મામલતદાર, ફીશરીઝ વિભાગ, ચીફ ઓફીસર, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ લગત વિભાગના અધિકારીઓ ગુગલ મીટ દ્વારા ઓનલાઇન જોડાયા હતા.

ઇદ પુર્વે રાત્રે તમામ બોટ પરત પહોંચશે
માછીમારોનો તહેવાર હોવાથી લગભગ તમામ માછીમારી બોટ ગુરૂવારે રાત્રી સુધી પરત આવી જ જશે. રેકોર્ડ મુજબ અત્યારે જીલ્લાની 870 જેટલી બોટ દરીયા અંદર રહેલી છે. તે તમામ બોટોને, માછીમાર આગેવાનો, તથા માછીમાર સંસ્થાઓને દરીયા અંદર ન જવા તેમજ જે દરીયા અંદર રહેલ છે તેમને પરત આવવા જાણ કરી દેવાઇ છે. > રાહુલ લશ્કરી, મત્સ્ય અધિકારી, દ્વારકા

અન્ય સમાચારો પણ છે...