વીડિયો વાયરલ:દેવભૂમિમાં લગ્ન પ્રસંગે હવામાં ફાયરિંગ

દ્વારકા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલ્યાણપુર પંથકમાં કથિત ફાયરીંગના બનાવની ચર્ચા

દેવભૂમિ દ્વારકા પંથકમાં લગ્ન પ્રસંગમાં હવામાં ફાયરીંગનો એક વિડીયો સોશિયલ મિડીયામાં વહેતો થયો છે.જે સંભવત કલ્યાણપુર પંથકનો હોવાની ચર્ચાઓ ઉઠી છે. અડધી મીનીટ જેટલા સમયના આ કથિત વિડીયોમાં સમયાંતરે એકથી વધુ રાઉન્ડ હવામાં ફાયર કરવામાં આવ્યા હોવાનુ પણ જાણવા મળ્યુ હતુ.

દેવદિવાળી બાદ ઠેર ઠેર લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે લગ્ન પ્રસંગમાં હવામાં ફાયરીંગ કરવાનો દાયકાઓ જુનો શોખ વર્તમાન પેઢીમાં પણ જોવા મળ્યો હોય તેવો કથિત કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તાજેતરમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર પંથકમાં લગ્નપ્રસંગે માભો જમાવવા માટે હવામાં એકથી વધુ રાઉન્ડ ફાયરીંગનો લગભગ 30 સેકન્ડ લાંબો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે કથિત ફાયરીંગના બનાવે પંથકભરમાં ભારે ચકચાર જગાવી છે.આ મામલે તંત્ર દ્વારા પણ તપાસ આરંભાઇ હોવાનુ સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...