તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્કયુ:દ્વારકાના દરિયામાં માછીમારી બોટમાં આગ, 7ને બચાવાયા

દ્વારકા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એન્જીન રૂમની આગ પવનથી ફેલાતા બોટ દરિયામાં ડૂબી ગઇ
  • તટરક્ષક દળ-અન્ય માછીમારોની કાબીલેદાદ કામગીરી

દ્વારકાના દરિયામાં માછીમારી બોટમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. ભારતીય તટરક્ષક દળ અને અન્ય માછીમારી બોટના ખલાસીઓએ મદદ કરી બોટના તમામ 7 ખલાસીને બચાવી લીધા હતાં. બોટના એન્જીન રૂમમાં લાગેલી આગ પવનને કારણે ઝડપથી ફેલાતા દરિયામાં ડૂબી ગઇ હતી.

દ્વારકાના નાવદ્રા બંદરથી 37 નોટીકલ માઈલ દુર હરસિધ્ધી નામની માછીમારી બોટ સાત ખલાસી સાથે માછીમારી કરવા દરિયામાં ગઈ હતી. આ દરમ્યાન તા.11 માર્ચના બોટમાં આગ લાગી હતી. વધારે પવન હોવાથી આગે પલવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. આ દરમિયાન સાંજે 6.30 વાગ્યા આસપાસ ભારતીય તટરક્ષક દળના જહાજ રાજરતનને પેટ્રોલિંગ દરમિયાન ભારતીય માછીમારી બોટ દેવ તરફથી હરસિધ્ધિ બોટમાં આગ લાગ્યાનો સંદેશો મળ્યો હતો. આથી રાજરતન જહાજે ગણતરીની કલાકોમાં સ્થળ પર પહોંચી આગ બુઝાવવાનું કામ હાથ ધર્યું હતું. જો કે, આગ લાગેલી બોટના તમામ સાતેય ક્રૂ-મેમ્બરોને નજીકમાં રહેલી ગાત્રાળ માછીમારી બોટના ખલાસીઓએ બચાવી લીધા હતાં. તમામ સાતેય ખલાસીઓને અન્ય બોટ રાજરતન પર લઇ જઇ તેમને જરૂરી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સતત બે કલાક સુધી સતત આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ બોટના એન્જીન રૂમમાં લાગેલી આગ ઝડપથી ફેલાતા બોટ દરિયામાં ડૂબી જતાં બચાવી શકાઈ ન હતી. સાતેય ખલાસીઓને અન્ય બોટ રાજરતન દ્વારા શુક્રવારના બપોરે ત્રણ કલાકે પોરબંદર લાવી સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...