તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘકૃપાની ઝંખના:દ્વારકા જિલ્લામાં 10 દિવસમાં વરસાદ ન પડે તો વાવેતર નિષ્ફળ જવાની ભીતિ

ભાટીયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ખેતરોમાં ઉભેલી મોલાત ઝંખે છે વરસાદ... - Divya Bhaskar
ખેતરોમાં ઉભેલી મોલાત ઝંખે છે વરસાદ...
  • દેવભૂમિ પંથકમાં 1 લાખ 45 હજાર હેક્ટરમાં થયું વાવેતર, વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી
  • સૌથી વધુ 90 ટકા પાક મગફળી, અન્ય પાકમાં કપાસ, બાજરી, તલનો સમાવેશ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવે જો 10 દિવસમાં વરસાદ ન પડે તો વાવેતર નિષ્ફળ જવાની ભિતી ખેડુતો દ્વારા દર્શાવાઇ રહી છે. સમગ્ર જિલ્લામાં 1 લાખ 45 હજાર હેકટરમાં ખરીફ પાકનુ વાવેતર થયુ છે.જેમાં સૌથી વધુ નેવુ ટકા પાક મગફળી ઉપરાંત દશ ટકામાં કપાસ,બાજરી,તલના પાકનો સમાવેશ થાય છે.

જિલ્લાના ભાણવડ અને ખંભાળિયા પંથકમાં અમુક સ્થળોએ થોડા સમય પુર્વે વાવણીલાયક વરસાદ પડ્યો હતો. જ્યારે કલ્યાણપુરમાં ખુબજ ઓછા વિસ્તારમાં તો દ્વારકા તાલુકામાં નહિવત વરસાદ થયો છે. જે વરસાદ બાદ થયેલા વાવેતરમાં ખંભાળિયા તથા ભાણવડમાં લગભગ પોણા ભાગના વાવેતર થયા છેે. જયારે કલ્યાણપુરમાં અડધાથી વધુ તો દ્વારકામાં નહિવત વાવેતર ખેડુતોએ કર્યા છે. ખેડુતોએ હોંશે હોંશે કરેલી વાવણી બાદ હવે જો 10 દિવસમાં બિલકુલ વરસાદ ન આવે તો વાવેતર નાશ પામે તેવી ભિતી દર્શાવાઇ રહી છે.

દ્વારકા જિલ્લાનો મુખ્ય પાક મગફળી છે જેનુ 90 ટકા જેટલું વાવેતર થાય છે જયારે બાકીના 10 ટકામાં બાજરી, તલ, કપાસ વગેરે ઉપરાંત અન્ય ઘાસચારો વાવવામાં આવે છે. જો કે મગફળીનુ વાવેતર સારા વરસાદમાં થયું હોય તો લાંબો સમય ટકી શકે તેવું હોય છે. જો કે, અમુક સુકી જમીનમાં તે વહેલા શુકાઈ જતો હોય છે.હાલનોવરસાદ માંડ વાવણીલાયક કે તેથી સારો એવો કહી શકાય તેવો હતો પરંતુ હાલની સ્થિતિમાં દ્વારકા જિલ્લાના વાવેતરો મારવાના વાંકે જીવી રહ્યા છે.

કલ્યાણપુર તાલુકામાં તો અમુક જગ્યા પર લગભગ અડધો અડધ વાવેતરો નિષ્ફળ ગયા હોવાનુ મનાય રહયુ છે, કેમ કે ખૂબ ઓછા વરસાદમાં વવાયા હોવાથી બીજ પુરેપુરા અંકુરણ પામી શક્યા નહીં જયારે દ્વારકા તાલુકામાં તો હજુ વરસાદે જોયે એવા શ્રીગણેશ જ નથી કર્યા તેથી અહીંની ખેતીની જમીનો કોરી કટ છે.અને ખેડૂતો પણ વરસાદ ની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.

10-12 દિવસ મગફળી ઉભી શકે તેમ છે: ખેડૂત
કલ્યાણપુરના ભાટિયા નજીક ખેડૂત ડાયાભાઇ સોનગરાને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે અહીંયા વરસાદ ખૂબ જ ઓછો છે જો કે મેં ગત શાલ માટી પાથરી હોવાથી જમીનમાં ભેજ રહી ગયો તેથી દસ બાર દિવસ મગફળી ઉભી શકે તેમ છે. જો કે બીજા ખેતરોમાં મેં પણ હજુ વાવણી કરી નથી.

અન્ય સમાચારો પણ છે...